Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧ ૬૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ.૭૭૮, વિશેષા.૨૭૯૫, નિશીભા.૫૫૭૨, ૬૧૯૦, વ્યવભા.૪.૩૯૧,
નિશીયૂ. ૨.પૃ. ૨૩૮,૪,પૃ.૯૬, ૨૨૪. ૨. મહાકપ્પસુય એક અંગબાહિર ઉક્કાલિએ આગમગ્રન્થ. આ ગ્રન્થ પણ આજે અસ્તિત્વમાં નથી. આ ગ્રન્થ મહાકપ્રસુય(૧)થી જુદો ગણાવો જોઈએ કારણ કે આ ગ્રન્થ ઉક્કાલિએ છે જ્યારે બીજો કાલિઅ છે. અથવા તો બન્ને ગ્રન્થને એક જ ગણવા જોઈએ કારણ કે કેટલાક આ ગ્રન્થને પણ કાલિઅ ગણે છે જ્યારે કેટલાક તેને ઉક્કાલિઆ ગણે છે.
૧. નન્ટિ.૪૪, પાક્ષિ પૃ.૪૩, નદિચૂ.પૃ.૭૮. મહાકાય મહોરગ દેવોના બે ઇન્દ્રોમાંનો એક ૧ તેને ત્રણ રાણીઓ છે – ભુયંગવતી, મહાકચ્છિા(૨) અને ફુડા. ૧. ભગ. ૧૬૯.
૨. એજન.૪૦૬. ૧. મહાકાલણિરાયવલિયાનું ત્રીજું અધ્યયન.
૧. નિર.૧.૧ ૨. મહાકાલ રાયગિહના રાજા સેણિઅ(૧)નો પુત્ર. તેનું વર્ણન કાલ(૧)ના વર્ણન જેવું છે. ૧
૧. નિર.૧.૧. ૩. મહાકાલ શ્રમણ અવંતિસુકુમાલની સ્મૃતિમાં તેમના પુત્ર ઉજ્જૈણીમાં બંધાવેલું મંદિર ૧
૧. આવયૂ. ૨.પૃ.૧પ૭. ૪. મહાકાલ સહસ્સારકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે, તેઓ અઢાર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને અઢાર હજાર વર્ષે એક જ વાર ભૂખ લાગે છે. ૧
૧. એમ. ૧૮. ૫. મહાકાલ ચક્રવટ્ટિની નવનિધિમાંની એક નિધિ. ૧
૧. તીર્થો. ૩૦૩. ૬. મહાકાલ તમતમપ્રભા નામની સાતમી નરકમાં આવેલાં પાંચ મહા ભયંકર વાસસ્થાનોમાંનું એક.૧
૧. જીવા.૮૯. ૭. મહાકાલ કાલોએ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક. ૧
૧. જીવા,૧ ૦૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org