Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૭. મહલેણ અણુત્તરોવવાયદસાના બીજા શ્રુતસ્કન્ધનું બીજું અધ્યયન.' . ૧. અનુત્ત.૨. ૮. મહસણ રાયગિહના રાજા સેણિઅ(૧) અને તેમની રાણી ધારિણી (૧)નો પુત્ર. તેણે તિત્થર મહાવીર પાસે દીક્ષા લીધી, સોળ વર્ષ શ્રમણ્યનું પાલન કર્યું અને પછી મરીને અણુત્તર સ્વર્ગીય વાસસ્થાનોમાંના (વિમાનોમાંના) એકમાં દેવ તરીકે જન્મ લીધો. ત્યાંથી તે મહાવિદેહમાં જન્મ લેશે અને ત્યાં જ મોક્ષ પામશે.'
૧. અનુત્ત.૨. ૯. મહલેણ તિર્થંકર મલ્લિ(૧) પાસે દીક્ષા લેનાર એક રાજકુમાર.'
૧. જ્ઞાતા.૭૭. મહસેણવણ (મહાસેનવન) પાવામજઝિયામાં આવેલું ઉદ્યાન જયાં મહાવીર કેવલજ્ઞાન થયા પછી તરત જ ગયા હતા અને તેમણે ધર્મોપદેશ પણ ત્યાં આપ્યો હતો.' ૧. આવનિ.૫૪૦, આવયૂ.૧.પૂ.૩૨૪, ૩૭૦, વિશેષા. ૧૫૫૩-૫૪, ૨૫૭૯,
૨૫૮૫, તીર્થો. ૧૦૯૨. મહસ્સવ (મહાશ્રવ) વિયાહપણત્તિના છઠ્ઠા શતકનો ત્રીજો ઉદ્દેશક. ૧
૧. ભગ. ૨૨૯. મહા (મઘા) જુઓ મઘા(૨).૧
૧. સૂર્ય.૪૧. મહાઓઘસ્સરા અથવા મહાઓહસ્સરા (મહૌદસ્વરા) ઇન્દ્ર બલિની સભામાં આવેલો ઘંટ.
૧. જખૂ.૧૧૯, આવયૂ.૧.પૃ.૧૪૬. મહાકંદ (મહાક્રન્દ) આ અને મહામંદિય એક છે.*
૧. સ્થા.૯૪. મહામંદિય (મહાક્રદિત) વાણમંતર દેવોનો એક વર્ગ 'હસ્સ અને હસ્રરઈ એ બે તેમના ઇન્દ્રો છે. ૧. પ્રજ્ઞા.૪૭, પ્રશ્ન. ૧૫.
૨. સ્થા.૯૪. ૧. મહાકચ્છ તિર્થીયર ઉસભ(૧)ના પુત્ર અને વિણમિના પિતા. પોતાના ભાઈ કચ્છ(૨) સાથે તિર્થીયર ઉસભની આજ્ઞામાં તેમણે કેટલોક સમય શ્રમણ્ય પાળ્યું પણ પછી તે પરિવ્રાજક બની ગયા. ૧
૧. આવપૂ.૧.પૃ. ૧૬૦-૬૧, કલ્પધ પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૭. ૨. મહાકચ્છ મહાવિદેહમાં આવેલો પ્રદેશ. તે ખીલવંત પર્વતની દક્ષિણે, સીયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org