Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૬૫
૨. મહયા રાયગિહના રાજા સેણિઅ(૧)ની પત્ની. તેણે તિત્ફયર મહાવીર પાસે દીક્ષા લીધી હતી અને તે મોક્ષ પામી હતી.૧
૧. અા.૧૬.
1
૧. મહલ્લિયાવિમાણપવિભત્તિ (મહતી-વિમાનપ્રવિભક્તિ) સંખેવિતદસાનું બીજું અધ્યયન. તેના પ્રથમ ભાગમાં એકતાલીસ, બીજા ભાગમાં બેતાલીસ, ત્રીજા ભાગમાં તેતાલીસ, ચોથા ભાગમાં ચુંમાળીસ અને પાંચમા ભાગમાં પિસ્તાળીસ અધ્યયનો હતાં. તે હાલ અસ્તિત્વમાં નથી.
૧. સ્થા. ૭૫૫,પાક્ષિ પૃ. ૪૫.
૨. સમ.૪૧-૪૫.
ર
૨. મહલ્લિયા-વિમાણપવિત્તિ એક અંગબાહિર કાલિએ આગમગ્રન્થ.૧ શ્રમણજીવનના અગિયાર વર્ષ પૂરા કરનાર સાધુને જ તે ભણવાનો અધિકાર છે. આ ગ્રન્થ મહલ્લિયા-વિમાણપવિભૂત્તિ(૧)થી જુદો જણાતો નથી. આ ગ્રન્થનું અત્યારે અસ્તિત્વ નથી.
૧. પાક્ષિ.પૃ.૪૫,નન્દિ.૪૪, વ્યવ.૧૦.૨૫. ૨. વ્યવભા.૧૨.પૃ.૧૦૮. મહસિવ (મહાશિવ) વર્તમાન કાલચક્રના વાસુદેવ(૧) પુરિસપુંડરીઅ અને બલદેવ(૨) આણંદ(૧)ના પિતા. તે મહાસીહ નામે પણ જાણીતા છે.
૧. સમ.૧૫૮,આવવન.૪૦૮,તીર્થો ૬૦૨-૩. ૨. સ્થા.૬૭૨.
૧. મહસેણ (મહાસેન) ઉદાયણ(૧)ના આધિપત્ય નીચે જે દસ રાજાઓ હતા તેમાંનો એક.૧ આ રાજા અને પજ્જોય એક છે.
૧. ભગ.૪૯૧, કલ્પધ.પૃ.૧૯૯.
૧
૨.
મહસેણ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧. કલ્પ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬.
૩. મહસેણ બારવઈના ૫૬૦૦૦ સૈનિકોનો નાયક. ૧. જ્ઞાતા.૫૨,૧૧૭, અન્ન.૧, આવચૂ.૧.પૃ. ૩૫૬. ૪. મહસેણ આઠમા તિર્થંકર ચંદપ્પહ(૧)ના પિતા.૧ ૧. સમ.૧૫૭, તીર્થો.૪૭૧, આનિ ૨૫૧.
૫. મહસેણ એરવય(૧) ક્ષેત્રના ચૌદમા ભાવી તિર્થંકર.૧
૧. સમ ૧૫૯.
૬. મહસેણ સુપઇટ્ટ(૬) નગરનો રાજા, રાણી ધારિણી(૨૪)નો પતિ અને રાજકુમાર સીહસેણ(૧)નો પિતા.૧
૧. વિપા.૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org