Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૪૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ બાર યોજનાના અંતરે આવેલું હતું. અહીં મહાવીરનું બીજું સમોસરણ (ધર્મોપદેશસભા) ભરાયું હતું અને તેમાં મહાવીરે ધર્મોપદેશ આપ્યો હતો. આ અને પાવામજૂઝિમા એક છે.
૧. આવચૂ.૧.પૃ.૩૨૪. ૨. મઝિમા આચાર્ય પિયગંથથી શરૂ થયેલી શાખા. આ અને મઝિમિલ્લા એક છે. આ શાખા કોલિયગણ(૨)ની ચાર શાખાઓમાંની એક છે.'
૧. કલ્પ.પૃ.૨૬૧-૨૬૧. મજૂઝિમાણયરી (મધ્યમાનગરી) આ અને મજૂઝિમા(૧) એક છે. ૧
1. આવચૂ.૧.પૃ.૩૨૪. મઝિમાપાવા (મધ્યમાપાપા) જે નગરમાં સિદ્ધત્થ(૫) શેઠે ખરઅ(૧) વૈદ્ય પાસે તિર્થીયર મહાવીરના કાનોમાં મારવામાં આવેલા વાંસના ખીલાઓને બહાર કઢાવી નાખ્યા હતા તે નગર. આ અને પાવામજુઝિમા એક છે.
૧. આવનિ.પ૨૬, આવયૂ.૧.પૃ.૩૨૨, વિશેષા.૧૯૮૧, કલ્પવિ.પૃ.૧૭૧ મજુઝિમિલ્લા (મધ્યમિકાઓ જુઓ મજુઝિમા(૨).૧
૧. કલ્પ.પૃ. ૨૬૦-૨૬૧. મણગ (મનક) રાયગિહના સેક્સંભવ બ્રાહ્મણનો પુત્ર. તેના પિતા સંસાર છોડી આચાર્ય પભવના શિષ્ય બન્યા તે પછી તેનો જન્મ થયો હતો. આઠ વર્ષની ઉંમરે મણગ પોતે પણ સંસારનો ત્યાગ કરી શ્રમણ બની ગયો. જેનું આયુષ્ય છ મહિના જ બાકી રહ્યું હતું તે મણગના કલ્યણાર્થે સેક્સંભવ આચાર્યે દસયાલિય આગમગ્રન્થની રચના
કરી. ૧
૧. દશમૂ.પૃ.૬-૭, દશન.પૃ.૧૦, મનિ.પૃ.૧૧૬, દશહ.પૃ.૨૮૪, આવ.પૃ.૨૭. મણિકંચણ (મણિકચન) રુધ્ધિ પર્વતનું શિખર.'
૧. જબૂ.૧૧૧, સ્થા.૫૨૨, ૬૪૩. મણિચૂડ ગંધાર(૩) દેશમાં આવેલા રયણાવહનો વિદ્યાધર રાજા. તેણે પોતાની રાણી કમલાવઈ(૨)થી થયેલા પુત્ર મણિપ્રભ(૨)ને રાજ આપી સંસારનો ત્યાગ કર્યો હતો.
૧. ઉત્તરાને.પૃ.૧૩૮. મણિણાઅ અથવા મણિણાગ (મણિનાગ) રાયગિહ પાસે આવેલું જખનું ચૈત્ય.' ૧. આવભા.૧૩૪, નિશીભા.૫૬૦૧, આવચૂ. ૧.પૃ.૪૨૪, સ્થાઅ.પૃ.૪૧૩, ઉત્તરાશા.
પૃ.૧૫૭, વિશેષા. ૨૨૫૦, ૨૯૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org