Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૬૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ માગવા આ જે આવ્યા હતા તે બધા મલ્લિના પૂર્વભવના મિત્રો તેમજ શ્રમણસાથીઓ હતા. જ્યારે તેમની માંગણી સ્વીકારવામાં ન આવી ત્યારે તે બધાએ રાજા કુંભ ઉપર આક્રમણ કર્યું. કુંભ દુમનના બળવાન દળોનો સામનો ન કરી શક્યો. તે વખતે તે બધા આક્રમણ કરનાર રાજાઓને સમ્યફ માર્ગ દર્શાવવા માટે મલ્લિએ એક યુક્તિ વિચારી. અસોગવણિયા(૧) ઉદ્યાનમાં, મોહણઘરમાં, જ્યાં મલ્લિની પોતાની સુવર્ણની પ્રતિમા મૂકવામાં આવી હતી તેમાં, લગ્ન માટેના ઉમેદવાર રાજાઓને નિમન્નવામાં આવ્યા. તે રાજાઓ પ્રતિમાને સાચી મલ્લિ માની બેઠા અને તેના રૂપથી મોહિત થઈ ગયા. સાચી મલ્લિએ ત્યાં આવીને પ્રતિમાના મસ્તક ઉપરનું ઢાંકણ જેવું ખોલ્યું કે તરત જ માથું ફાડી નાખે એવી દુર્ગધ બહાર નીકળી અને રાજાઓ ત્યાંથી દૂર ભાગી ગયા. પછી મલ્લિએ શરીરની અશુચિતા ઉપર તેમને ધર્મબોધ આપ્યો. તે રાજાઓ બોધ પામ્યા અને તે બધાએ સંસારનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. મલ્લિએ ત્રણ સો પુરુષો સાથે પઉસ મહિનાના શુક્લ પક્ષની અગિયારસે સહસંબવણ(૪) ઉદ્યાનમાં શ્રામયનો સ્વીકાર કર્યો. તે પ્રસંગે તેણે મોરમ(૩) પાલખીનો ઉપયોગ કર્યો. રાજકુમારો સંદ(૧૩), ણંદમિત્ત(૨), સુમિત્ત(૪), બલમિત્ત(૨), ભાણમિત્ત(૧), અમરવઇ, અમરફેણ અને મહાસણ(૯) મલ્લિને અનુસર્યા. વિસ્મતેણ(૩) મલ્લિને ભિક્ષા આપનાર સૌપ્રથમ માણસ હતા. તે જ દિવસે મલ્લિને કેવળજ્ઞાન થયું. તેમનું પવિત્ર વૃક્ષ અશોક હતું." ઉપર જેમનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે છે રાજાઓ મલ્લિના શિષ્યો બન્યા. ૧૨ ઇંદ (૩) મલ્લિનો પ્રથમ શ્રાવક ઉપાસક હતો અને બંધુમઈ (૧) મલ્લિની પ્રથમ શ્રાવિકા (ઉપાસિકા) હતી. મલ્લિને અઠ્યાવીસ ગણો હતા અને ભિસગ વગેરે અઠ્ઠયાવીસ ગણધરો હતા. મલ્લિને ચાલીસ હજાર શ્રમણો, પંચાવન હજાર શ્રમણીઓ, ૧,૮૪,૦૦૦ શ્રાવકો અને ૩, ૬૫,૦૦૦ શ્રાવિકાઓ હતી. મલ્લિની આજ્ઞામાં છ સો શ્રમણો ચૌદ પૂર્વના જ્ઞાતા હતા, બે હજાર શ્રમણો અવધિજ્ઞાની હતા, બત્રીસ સો શ્રમણો કેવલજ્ઞાની હતા, પાંત્રીસ સો શ્રમણો વિક્રિયાની લબ્ધિ ધરાવતા હતા, આઠ સો શ્રમણો મન:પર્યાયજ્ઞાની હતા, ચૌદ સો શ્રમણો વાદી હતા અને બસો શ્રમણો અણત્તરોવવાઈય સ્વર્ગીય વાસસ્થાનને (વિમાનને) પામનારા હતા. મલ્લિએ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ચોથે સમેયસેલ ઉપર મોક્ષ પ્રાપ્ત કર્યો. તેમનું કુલ આયુષ્ય પંચાવન હજાર વર્ષનું હતું જેમાં કેવળ ૧૦૦ વર્ષ જ રાજકુમારી તરીકે જીવ્યા હતા.). આ વર્તમાન ઓસપ્પિણીમાં એક સ્ત્રીનું તિર્થંકર બનવું એ એક આશ્ચર્ય છે. ૧૫ મલ્લિના નિર્વાણ પછી ૬૫,૮૪,૯૮૦ વર્ષે આગમવાચના થઈ. * અરવય(૧)માં થયેલા મરુદેવી(૨) મલ્લિના સમકાલીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org