Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૫૯
મલ્લદિણ (મલ્લદત્ત) તિર્થંકર મલ્લિ(૧)નો નાનો ભાઈ. એક વાર તેણે ચિત્રકારોને તેમની સુંદર કલાકૃતિઓથી પોતાની ચિત્રશાળાને શણગારવા કહ્યું. એક ચિત્રકારને એવી કુદરતી બક્ષિસ હતી કે કોઈ પણ વ્યક્તિના શરીરના કેવળ એક ભાગને જોઈને તે આખી વ્યક્તિના શરીરનું નિખશિખ ચિત્ર દોરી શકતો હતો. તેના જોવામાં મલ્લિના પગનો અંગૂઠા આવ્યો. તે ઉપરથી તેણે સંપૂર્ણ મલ્લિનું સુંદર ચિત્ર દોર્યું. પોતાની બેનનું ચિત્ર ત્યાં જોઈને મલ્લદિણ અત્યંત ક્રોધે ભરાયો. તેણે તે ચિત્રકારનો હાથનો અંગૂઠો કાપી નાખ્યો અને તેને દેશનિકાલ કર્યો. પછી તે ચિત્રકાર હત્થિણાઉરના રાજા અદીણસત્તુ(૧)ના શરણે ગયો અને તેણે રાજાને મલ્લિનું ચિત્ર દેખાડ્યું. તે મલ્લિના મોહક રૂપથી એટલો બધો આકર્ષાયો કે તેણે પરણવા માટે મલ્લિના હાથની માગણી કરી.૧
૧. શાતા.૭૩, સ્થાઅ.પૃ.૪૦૨.
મલ્લદિણઅ (મલ્લદત્તક) જુઓ મલ્લદિણ.૧
૧. શાતા.૭૩.
મલ્લમંડિય (મલ્લમણ્ડિત) અંગમંદિરમાં ગોસાલે કરેલો ત્રીજો પઉટ્ટપરિહાર (પરકાયપ્રવેશ.)૧
૧. ભગ.૫૫૦.
મલ્લરામ ગોસાલનો બીજો પઉટ્ટપરિહાર (પરકાયપ્રવેશ).
૧. ભગ.૫૫૦.
મલ્લિ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા ઓગણીસમા તિર્થંકર.' તે એરવય(૧)માં થયેલા મરુદેવ(૧)ના સમકાલીન હતા. પોતાના પૂર્વભવમાં મલ્લિ મહાવિદેહમાં આવેલા વીયસોગા નગરના મહબ્બલ(૨) રાજા હતા અને ત્યાર પછી તે જયંત(૪) નામના સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ થયેલા. હવે તે માર્ગશીર્ષ મહિનાના શુક્લપક્ષની અગિયારસના દિવસે મિહિલાના રાજા કુંભ(૪) અને તેમની રાણી ૫ભાવઈ(૪)ની પુત્રી મલ્લિ તરીકે જન્મ્યા હતા. પુત્રી પેટમાં હતી ત્યારે પભાવઈને પુષ્પમાળા પહેરવાનો અને પુષ્પશય્યા ઉપર સૂવાનો દોહદ થયો હતો એટલે પછી પુત્રીનું નામ મલ્લિ પાડવામાં આવ્યું." મલ્લિની ઊંચાઈ ૨૫ ધનુષ હતી અને તેનો વર્ણ નીલ હતો. મલ્લિને એક નાનો ભાઈ હતો, તેનું નામ મલ્લદિણ. તે અને પરિવ્રાજિકા ચોક્ખા મલ્લિના મોહક રૂપના સમાચાર ફેલાવવામાં આડકતરી રીતે નિમિત્ત બન્યા. સાએય, ચંપા, સાવથી, વાણારસી, હત્થિણાઉર અને કંપિલ્લના રાજાઓ ક્રમશઃ પડિબુદ્ધિ, ચંદચ્છાય, રુપ્પિ(૩), સંખ(૭), અદીણસત્તુ અને જિયસત્તુ(૨) પોતપોતાના માટે પરણવા મલ્લિનો હાથ
9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org