Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
મણિદત્ત જેનું ચૈત્ય રોહીડઅના મેહવણ ઉદ્યાનમાં આવેલું હતું તે જક્ષ.
૧. નિર.૫.૧.
મણિપુર જે નગરમાં ગૃહસ્થ ણાગદત્ત(૪) વસતો હતો તે નગર.૧ તેની એકતા ઓરિસ્સામાં આવેલા ચિલ્કા (Chilka) સરોવરના મુખ પર આવેલા દરિયાઈ બંદર મણિકપત્તન સાથે સ્થાપવામાં આવી છે.ર
૧. વિપા.૩૪
૨. જિઓડિ.પૃ.૧૨૬.
૧૪૯
૧. મણિપ્પભ (મણિપ્રભ) ઉજ્જૈણીના રાજા પાલઅ(૨)નો પૌત્ર અને રાજકુમાર રજ્જવદ્ધણનો પુત્ર. તેના પૂરા જીવન માટે જુઓ અજિયસેણ(૨).
૧. આવચૂ.૨.પૃ.૧૮૯-૧૯૦, આનિ.૧૨૮૨, ઉત્તરાક.પૃ.૭૪, મ૨.૪૭૪. ૨. મણિપ્પભ રયણાવહના રાજા મણિચૂડ અને તેની રાણી કમલાવઈ(૨)નો પુત્ર. તે જુગબાહુ(૪)ની પત્ની મયણરેહાના રૂપથી મોહિત થયો હતો. પરંતુ જે શ્રમણ બની ગયા હતા તે તેના પિતાએ તેને બોધ આપ્યો અને પરિણામે તે તેને બેન ગણવા લાગ્યો.૧
૧. ઉત્તરાને પૃ.૧૩૮.
મણિભદ્દ (મણિભદ્ર) આચાર્ય સંભૂઇવિજય(૪)ના બાર શિષ્યોમાંનો એક.૧
૧. કલ્પ.પૃ.૨૫૬.
મણિરહ (મણિરથ) અવંતી દેશના સુદંસણપુરનો રાજા. તેણે પોતાના નાના ભાઈ જુગબાહુ(૪)ની રૂપાળી પત્ની મયણરેહાને પોતાની કરવા માટે જુગબાહુનો વધ કરી નાખ્યો. તે મરીને નરકમાં ગયો.૧
૧. ઉત્તરાને.પૃ.૧૩૬.
મણિવઇયા (મણિમતિકા) જ્યાં શેઠ પુણભદ્દ(૯) વસતા હતા તે નગર. કદાચ આ અને મણિવયા એક છે.
૧. નિર.૩.૫.
મણિવયા (મણિમયા) જે નગરમાં શ્રમણ સંભૂય(૩)ને રાજા મિત્ત(૫)એ ભિક્ષા આપી હતી તે નગર.૧ જુઓ મણિવઇયા.
૧. વિપા.૩૪.
મણુ (મનુ) સોહમ્મ(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ વર્ષનું છે. તે પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને તેમને એક હજા૨ વર્ષે એક વાર ભૂખ લાગે છે.૧
૧. સમ.૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org