Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૦. ભદ્દા વાણારસીના શેઠ ચલણીપિયાની માતા.
૧. ઉપા.૨૮.
૨૧. ભદ્દા રાયગિહના રાજા સેણિઅ(૧)ની પત્ની. તેણે મહાવીર પાસે દીક્ષા લીધી હતી અને તે મોક્ષ પામી હતી.
૧
૧. અન્ત.૧૬.
૨૨. ભદ્દા ચિત્તસેણઅની પુત્રી અને ચક્કવવિટ્ટ બંભદત્ત(૧)ની પત્ની.
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૯.
૨૩. ભદ્દા વાણારસીના રાજા કોસલિય(૧)ની પુત્રી. રાજાએ તેને પોતાના પુરોહિત (રુદ્રદેવ) સાથે પરણાવી હતી. તેને શ્રમણ હરિએસબલ માટે ઘણો આદર હતો. ૧. ઉત્તરાયૂ.પૃ.૨૦૩, ઉત્તરાશા.પૃ.૩૫૬, ઉત્તરાક.પૃ.૨૩૬-૩૭. ૨. ઉત્ત૨ા.૧૨. ૨૦-૨૫.
૨૪. ભદ્દા દ્વિતીય ચક્કટ્ટિ સગરની મુખ્ય પત્ની.
૧. સમ.૧૫૮.
૧૧૯
૨૫. ભદ્દા રાજા સમુવિજય(૨)ની પત્ની અને ચક્ક@ મઘવા(૧)ની માતા.૧
૧. સમ.૧૫૮, આનિ.૩૯૮-૪૦૦.
૧
૨૬. ભદ્દા પુરિમતાલના શેઠ વગ્નુરની પત્ની. મલ્લિ(૧)ના પુરાણા મંદિર નજીક વસતા વ્યન્તર દેવની કૃપાથી તેને પુત્રપ્રાપ્તિ થઈ હતી. પછી તેણે પોતે કરેલી પ્રતિજ્ઞા મુજબ તે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો.૨
૧. આવચૂ.૧.પૃ.૨૯૪.
૨. એજન.પૃ.૨૯૫.
૨૭. ભદ્દા (૧) સયદુવારઅના રાજા સંમુઇ(૧)ની પત્ની. તેના પુત્ર મહાપઉમ(૯) તરીકે ગોસાલ જન્મ લેશે. (આ) સંમુઇ(૨)ની પત્ની અને મહાપઉમ(૧૦)ની માતાનું નામ પણ ભદ્દા જ છે.૨
૧. ભગ.૫૫૯, તીર્થો.૧૦૧૭-૨૧.
૨. સ્થા.૬૯૩.
૨૮. ભદ્દા મંખલિની પત્ની અને ગોસાલની માતા. તે સુભદ્દા(૧૦) નામે પણ જાણીતી હતી.૧
૧. ભગ.૫૪૦, આવચૂ.૧.પૃ.૨૮૨, આવનિ.૪૭૪, સ્થાઅ.પૃ.૫૨૨.
૨૯. ભદ્દા અસગડાનું બીજું નામ.૧
૧. ઉત્તરાક.પૃ.૭૭.
૩૦. ભદ્દા પખવાડિયાની બીજ, સાતમ અને બારસના દિવસો.૧ આ અને ભદ્દ(૯) એક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org