Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨. ભાણુ ઉસહ(૧)ના એક સો પુત્રોમાંનો એક પુત્ર.૧
૧. કલ્પવિ.પૃ.૨૩૭.
૧. ભાણુમિત્ત (ભાનુમિત્ર) તિર્થંકર મલ્લિ(૧) પાસે દીક્ષા લેનાર રાજકુમાર.
૧. શાતા.૭૭.
૨. ભાણુમિત્તે ઉજ્જૈણીના રાજા બલમિત્ત(૧)નો નાનો ભાઈ. તેમણે આચાર્ય કાલગ(૨)ને નગરની બહાર કાઢી મૂક્યા હતા કારણ કે કાલગે બલભાણુને દીક્ષા આપી હતી.
૧. દશાચૂ.પૃ.૫૫, કલ્પચૂ.પૃ.૮૯, તીર્થો. ૬૨૨, નિશીયૂ.૩.પૃ.૧૩૧.
ભાણુસિરી (ભાનુશ્રી) ઉજ્જૈણીના બલમિત્ત(૧) અને ભાણુમિત્ત(૨)ની બેન અને બલભાણુની માતા.૧
૧. નિશીયૂ.૩.પૃ.૧૩૧.
૧. ભારદાજ (ભારદ્વાજ) ગોસાલે જેના મૃત શરીરમાં પ્રવેશીને પાંચમો પઉટ્ટપરિહાર (પરકાયપ્રવેશ) કર્યો હતો તે વ્યક્તિ.૧
૧. ભગ.૫૫૦,
૨. ભારદ્દાય મિસિર નક્ષત્રનું ગોત્રનામ.૧
૧. સૂર્ય,૫૦, જમ્મૂ.૧૫૯.
૧૨૭
૩. ભારદાય સેયવિયાનો બ્રાહ્મણ. તે મહાવીરનો પૂર્વભવ હતો.
૧. વિશેષા.૧૮૦૯, આવચૂ.૧.પૃ.૨૩૦, કલ્પવિ.પૃ.૪૩.
૪. ભારદ્દાય ગોયમ(૨) ગોત્રની સાત શાખાઓમાંની એક.૧ મહાવીરના ચોથા
ગણધર વિયત્ત(૧) અને આચાર્ય મહાસમણ આ શાખાના હતા.
૧. સ્થા.૫૫૧.
૨. આવનિ.૬૫૦, વિશેષા.૨૫૧૧. ૩. તીર્થો.૮૧૮. ભારહવાસ (ભારતવર્ષ) જંબુદ્દીવમાં આવેલા સાત ક્ષેત્રોમાંનું એક ક્ષેત્ર. તે ભરહ(૨) અને ભારહ(૧) નામે પણ જાણીતું છે. તે ચુલ્લહિમવંત પર્વતની દક્ષિણે અને ક્રમશઃ પૂર્વ લવણ સમુદ્ર, ઉત્તર લવણ સમુદ્ર અને પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વે, ઉત્તરે અને પશ્ચિમે આવેલ છે. ઉત્તરમાં તેનો આકાર પર્યક જેવો છે જ્યારે દક્ષિણમાં ધનુપૃષ્ઠ જેવો છે. તેનો વિસ્તાર આખા જમ્બુદ્દીવનો જ છે. તેનો વિષ્કમ્ભ (પહોળાઈ) ૫૨૬યોજન છે. તેની જીવાનું માપ ૧૪૪૭૧ યોજન છે. તેની મધ્યમાં આવેલો વૈયઢ(૨) પર્વત તેને દાહિણઢભરહ અને ઉત્તરઢભરહ એમ બે ભાગમાં વહેંચે છે. પછી ગંગા અને સિંધુ(૧) નદીઓથી તે છ ભાગમાં (ત્રણ ભાગ ઉત્ત૨ના અને ત્રણ ભાગ દક્ષિણના) વહેંચાઈ જાય છે. ભારહવાસમાં ઓસપ્પિણી અને ઉસ્સપ્પિણી એમ બે કાલચક્રો છે અને પ્રત્યેક કાલચક્રને છ અર છે. દરેક કાલચક્રમાં ભારહવાસમાં
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org