Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૫
વૈયાકરણ.૧ કહેવાય છે કે તેમણે પ્રાકૃતલક્ષણ નામનું પ્રાકૃત વ્યાકરણ રચ્યું હતું પણ તે હાલ અસ્તિત્વમાં નથી.
૧. દશચૂ.પૃ.૬૧-૬૪, ૧૩૩-૩૬, ૧૯૨-૯૩. ૨. પિંડનિમ.પૃ.૮,૧૩,૪૬, વ્યવમ.૧.પૃ.૫.
પાયાવચ્ચ (પ્રાજાપત્ય) આ અને પયાવઇ(૫) એક છે.
૧. જમ્મૂ.૧૫૨.
પારસ એક અણારિય (અનાર્ય) દેશ.૧ આચાર્ય કાલગ(૧) ત્યાં ગયા હતા અને છન્નુ રાજાઓ સાથે પાછા આવ્યા હતા. ગિરિણગરની કેટલીક સ્ત્રીઓને અપહરણ કરી આ દેશમાં લાવવામાં આવી હતી. તે સ્ત્રીઓ આ પારસ દેશમાં વેશ્યાઓ તરીકે જીવતી હતી. આ દેશની એકતા વર્તમાન ઇરાન (Persia) સાથે સ્થાપવામાં આવી છે.
૩
૨. નિશીયૂ.૩.પૃ.૫૯.
૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩, પ્રશ્ન. ૪, શાતા.૧૮, ભગ.૩૮૦, ઔપ. ૩૩, નિશીયૂ.૨.પૃ.૪૭૦, વ્યવમ. ૩.પૃ.૧૨૨, ઉત્તરાશા.પૃ.૧૪૭. પારસકૂલ આ અને પારસ એક છે.૧
૩. આવચૂ.૨, પૃ.૨૮૯. ૪. લાઈ.
૧. નિશીયૂ.૩.પૃ.૫૯, ઉત્તરાશા.પૃ.૧૪૭.
૧
પારસદીવ (પારસદ્વીપ) વેપાર કરવા વેપારીઓ જે દેશ જતા તે દેશ. આ દેશ અને પારસ એક છે.
૧. આવચૂ.૧.પૃ.૪૪૮.
૧. પારાસર (પારાશર) એક ઋષિ યા અજૈન સાધુ જે ઠંડુ (કાચું) પાણી, વનસ્પતિ,
ફળ આદિનો ઉપયોગ કરવા છતાં મોક્ષ પામ્યા હતા.૧
૧. સૂત્ર.૧.૩.૪૩, સૂત્રશી.પૃ.૯૫.
૨. પારાસર આ અને કિસિપારાસર એક છે.૧
૧. ઉત્તરાશા.પૃ.૧૧૯.
૩. પારાસર વાસિદ્ઘ ગોત્રની સાત શાખાઓમાંની એક.૧
૧. સ્થા.૫૫૧,
પારિહદગિરિ (પારિÇદગિરિ) જ્યાં આચાર્ય વઇ૨(૨)એ સલ્લેખના કરી હતી તે ડુંગર..
૧. આચાચૂ.પૃ.૨૪૭.
પારિહાસય (પારિહાસક) ઉદ્દેહગણ(૨)ની એક શાખા.૧
૧. કલ્પ.૨૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org