Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧ ૧ ૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અને તેમને પાઈણ ગોત્રના કહી તેમનું છેલ્લા શ્રુતકેવલી તરીકે અને દસા, કપ્પ(૨) અને વવહારના કર્તા તરીકે વર્ણન કરે છે. " (૨) આવસ્મય ઉપરની નિયુક્તિમાં તે ભબાહુ(૧) પછી ઘણા સમયે થયેલા આચાર્ય વર(૨)ની સ્તુતિ કરે છે.
(૩) ઉત્તરસૂઝયણ ઉપરની નિયુક્તિમાં તે ભદ્રબાહુના ચાર શિષ્યોની કથાનો ઉલ્લેખ કરે છે. આ કથાને ભદ્રબાહ(૧)ની મનાય અને નહિ કે ભદ્રબાહુ(૨)ની , કારણ કે કોઈપણ લેખક પોતાની જ કૃતિમાં પોતાને ત્રીજા પુરુષ તરીકે ઉલ્લેખવાનું યોગ્ય ગણે નહિ.
(૪) નિયુક્તિઓમાં પ્રાપ્ત સામગ્રીનું પૃથક્કરણ દર્શાવે છે કે તેમની અંદર આવતું કેટલાક ણિહવોનું વર્ણન ભદ્રબાહુ(૧)એ કર્યું હોય તે અશક્ય છે કારણ કે ભબાહુ(૧) તો તેમનાથી ઘણા સમય પહેલાં થઈ ગયા હતા.
આ ભબાહુ(૨) અને વરાહમિહિરને પટ્ટાણ નગરમાં દીક્ષા આપવામાં આવી હતી. કહેવાય છે કે આ ભદબાહુએ આવસ્મય, દસકાલિય, ઉત્તરઝયણ, આયાર, સૂયગડ, દસા, કપ્પ(૨), વવહાર, સૂરિયાણત્તિ અને ઇસિભાસિય(૧) ઉપર સિક્યુત્તિઓ રચી છે. ૬
૧.નિશીયૂ.૧,પૃ.૩૮,૭૬,૧૫૧,૨.પૃ. ગુજરાતી પ્રસ્તાવના.
૩૦૭,૩.પૃ.૨૬૮,૩૩૪,૪૧૧, ૩. આવનિ.૭૬૫. ૫૦૩,૫૩૦, ૫૬૮, ઓપનિદ્રો, પૃ. | ૪. ઉત્તરાનિ.પૃ.૮૯. ૧,૩, પિંડનિમ.પૃ.૧,૧૧૭, ૧૭૯, ૩ ૫. કલ્પવિ.પૃ.૨૫૧, કલ્પ.પૂ.૧૬૩,
સૂર્યમ.પૃ.૧.આચાશી.પૃ.૪, ૮૪. | ઉત્તરાક.પૃ.૨૨૯. ૨.દશાનિ.૧.વળી જુઓ બૃહકલ્પસૂત્ર | ૬. આવનિ.૮૫-૮૬, વિશેષા. ૧૦૭૯
ભાગ ૪, મુનિશ્રી પુણ્યવિજયજીની | ૧૦૮૦. ભદ્રબાહુસ્સામિ (ભદ્રબાહુસ્વામિનું) આ અને ભદ્રબાહુ એક છે.'
૧. આવયૂ.૨પૃ.૧૮૭. ભદ્રસાલવણ (ભદ્રશાલવન) મંદર(૩) પર્વતની તળેટીમાં આવેલું વન. તે સોમણસ(પ), વિજુષ્પહા(૧), ગંધમાયણ અને માલવંત એ ચાર વખાર પર્વતો અને સીઆ(૧) તથા સીઆ(૧) બે નદીઓથી આઠ ભાગમાં વિભક્ત છે. તે મંદર પર્વતની પૂર્વમાં તેમ જ પશ્ચિમમાં બાવીસ હજાર યોજન વિસ્તરેલું છે. તે મંદર પર્વતની દક્ષિણમાં તેમ જ ઉત્તરમાં બસો પચાસ યોજન વિસ્તરેલું છે. તે વનમાં સિદ્ધાયતનો આવેલાં છે. મંદર પર્વતથી પચાસ પચાસ યોજનાના અંતરે ઉત્તરપૂર્વમાં, દક્ષિણપૂર્વમાં, દક્ષિણ પશ્ચિમમાં અને ઉત્તરપશ્ચિમમાં ક્રમશઃ પઉમા(૮), પહેમપ્રભા, કુમુદા(૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org