Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૯૫ ૧. કલ્પ..૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૧૧.બલ સંદણવણ(૧)માં આવેલા બલવૂડનો અધિષ્ઠાતા દેવ."
૧. જખૂ. ૧૦૪. ૧૨.બલ એક જખ દેવ જે તેના પૂર્વભવમાં સર્પ હતો.'
૧. મર.પ૨૨. ૧૩.બલ બલદેવ(૨) નામનો સંક્ષેપ.'
૧. આવનિ.૪૦૨. બલવૂડ (બલકૂટ) મંદર(૩) પર્વતનું તે પર્વતની ઉત્તર-પૂર્વ ભાગે આવેલા ણંદણવણ(૧)માં આવેલું શિખર. તેની ઊંચાઈ એક હજાર યોજન છે. તેનો વિસ્તાર તળેટીની આગળ તેટલો જ છે. બલ(૧૧) તેનો અધિષ્ઠાતા દેવ છે.
૧. જબૂ.૧૦૪,સ્થા.૬૮૯. ૨. સમ.૧૧૩. ૩. જબૂ.૧૦૪. ૧. બલકોટ્ટ આ જ નામના હરિએસ સમાજનો મુખી, હરિએસબલનો પિતા, અને ગોરી(૩) તથા ગંધારી(૧)નો પતિ.
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા પૃ.૩૫૪-૩૫૫, ઉત્તરાયૂ.પૃ. ૨૦૨. ૨. બલકોટ્ટ હરિએસ સમાજ કે કોમ.'
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૫૪-૫૫, ઉત્તરાયૂ.પૃ.૨૦૨. ૧. બલદેવ ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના નવમા અર્થાત્ છેલ્લા બલદેવ(૨).' તે વસુદેવ અને રોહિણી(૪)ના પુત્ર તથા વાસુદેવ(૨) કહ(૧)ના મોટાભાઈ હતા. તે ગોયમ(૨) ગોત્રના હતા.તે બલભદ(૬) નામે પણ જાણીતા હતા. તે બારવઈના રાજા હતા. તેને તેની પત્ની ધારિણી(૬)થી સુમુહ(૧), દુમુહ(૨) અને કૂવદારા પુત્રો હતા અને પત્ની રેવઈ(૩)થી સિસધ(૧) વગેરે પુત્રો હતા.૯ જરકુમાર તેનો બીજો ભાઈ હતો. કહના પાંચ મહાવીરોમાંનો એક બલદેવ હતો. સાગરચંદ(૧) બલદેવનો પૌત્ર હતો. બલદેવ ઉપશમથી ક્રોધને જીતી લેવા ટેવાયેલા હતા.૧૩ જ્યારે બારવઈ નગરી આગમાં લપેટાઈ ગઈ ત્યારે બલદેવ અને કહે પોતાની માતાઓ રોહિણી અને દેવઈને તેમ જ પિતા વસુદેવને આગમાંથી બચાવવા ખૂબ કોશિશ કરી પણ તેઓ સફળ ન થયા.૧૪ પંડુમહુરા જતાં માર્ગમાં જ્યારે બલદેવ કહને પાછળ મૂકીને પાણી લાવવા ગયા ત્યારે કોસંબવણમાં જરકુમાર વડે કણહ હણાયા.૧૫ પોતાના ભાઈના મૃત્યુથી શોકસંતપ્ત બલદેવે અરિકૃષ્ણમિના વિદ્યાધર શિષ્ય પાસે શ્રમણત્વ સ્વીકાર્યું. તેમણે તુંગિકાગિરિ ઉપર તપશ્ચર્યા કરી.૧૭ મૃત્યુ પછી તેમનો આત્મા બંભલોગના પદ્મોત્તર સ્વર્ગીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org