Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
1
૧૮]
2
કુલ કાલ જોધપુરથી પશ્ચિમે નહિ, પણ દક્ષિણે હેઈ કવિએ વર્ણવેલ ઇદુનો પ્રવાસક્રમ ભૌતિક દષ્ટિએ યથાર્થ નથી પણ જોધપુરથી જાલેર શિરેહી આબુ અચલગઢ સિદ્ધપુર રાજ. નગર-અમદાવાદ વડોદરા ભરૂચ અને તરણિ(સૂર્ય)નગર-સુરતનાં જે વર્ણન એમાં છે તે ઇતિહાસના અભ્યાસ માટે અગત્યનાં છે.પ૬ વિનયવિજયજીનો બીજો વિજ્ઞપ્તિલેખ (સં. ૧૬૯૪-ઈ સ. ૧૬૩૮) અમદાવાદ પાસેના બારેજા ગામથી ખંભાતમાં નિવાસ કરતા વિજયાનંદસૂરિની સેવામાં પાઠવેલો છે. એમને ત્રીજો પત્ર દેવપત્તન–પ્રભાસ પાટણથી અણહિલપુર પાટણમાં આચાર્ય વિજયદેવસૂરિને પાઠવેલ છે; એને પૂર્વાર્ધ પ્રાકૃતમાં અને ઉત્તરાર્ધ સંસ્કૃતમાં છે. એમાં આચાર્યની સેવામાં રહેલા સાધુઓનાં નામ તથા એમને અનુવંદનાદિ છે. આચાર્યની આજ્ઞાથી અન્ય સ્થાનમાં રહેલા સાધુઓને પણ તે તે સ્થાનના ઉલ્લેખ સાથે અનુવંદનાદિ લખેલાં છે. ૫૭ ઉપયુક્ત “દેવનિન્દમહાકાવ્ય' અને “દિગ્વિજયમહાકાવ્ય” ના કર્તા મેઘવિજય ઉપાધ્યાયે મેધદૂતસમસ્યલેખ”ની રચના કરી છે, જે એમણે ઔરંગાબાદથી ગ૭પતિ આચાર્ય વિજય પ્રમસુરિને દીવ ખાતે પાઠવેલું સુંદર વિજ્ઞપ્તિકાવ્ય છે. એમાં ઔરંગાબાદથી દેવગિરિ (લતાબાદ), ઈલેરા તથા એની પાસેના અણુકિરણ અને તુંગિયા પહાડ, સુરત, તાપી અને નર્મદા, ભરૂચ, હરિગૃહપુર, મહી અને સાબરમતી, શત્રુંજય અને પછી દીવનું વર્ણન કવિ કરે છે, અને ગુરુદર્શનની ઉત્સુકતા વ્યક્ત કરે છે.૫૮
આપણુ અભાસપાત્ર કાલખંડમાં રચાયેલા વિસ્તિપત્રોને નિર્દેશ કરીએ. અંદાજે ઈ.સ.ની ૧૭મી સદીની પૂર્વાર્ધને એક ત્રુટક વિજ્ઞપ્તિપત્ર ક્યાંથી અને કેના ઉપર લખાયો એને સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. પણ એમાંનાં ચિત્ર જોતાં એ સુરત અથવા દીવ જેવા કાઈ બંદરેથી લખાયાનું સંભવે છે. ઘોઘાથી મુનિ નયવિજયે જૂનાગઢમાં તપાગચ્છના આચાર્ય વિજયપ્રભસૂરિ ઉપર લખેલા વિજ્ઞપ્તિપત્ર (સં. ૧૭૧૭-ઈ.સ. ૧૬૬૧)માં ઘેઘાબંદર અને જુનાગઢનું વર્ણન છે, અને ઘોઘામાં વસતા સર્વ સાધુઓના ધર્માચરણનિવેદન જેવો એ લેખ છે, એમાં કઈ ચિત્ર નથી. ચાલવાના દેવાસથી પાટણમાં વિજયપ્રભસૂરિ ઉપર મુનિલભવિયે સંત કાવ્યમાં લખેલ સચિત્ર વિજ્ઞપ્તિપત્ર સં. ૧૭૧૮ (ઈસ. ૧૬૬ર)ને છે. જૂનાગઢથી ૫હિત દેવકુશલ અને આનકુશલે ઊનામાં આચાર્ય વિજ્યપ્રભસૂરિ ઉપર લખેલો વિજ્ઞપ્તિપત્ર સ. ૧૭૪૫ (ઈ.સ. ૧૯૮૯) ને છે. સિરોહીના જૈન સંઘે પાટણમાં આચાર્ય વિજયક્ષમાસૂરિ ઉપર, પિતાના નગરમાં ચાતુર્માસ કરવા માટે લખેલા સચિત્ર વિજ્ઞપ્તિપત્ર(સં. ૧૭૮૨-ઈ.સ. ૧૭૨૬)માંથી જાણવા મળે છે કે એ સમયે પાટણની વસતી ૪૮ હજાર માણસની ગણાતી હતી. આ સમયના