Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
પ્રસ્તાવના ૫૦ તથા તેથી ઓછી યથોચિત કોપીઓ નોંધાવીને
નીચેના ભાઈઓ-બહેનોએ સાથ સહકાર આપેલ છે. (૧) શ્રી રમણીકભાઈ ગોહેલ તથા રસિલાબેન. સલ્ફાન્સીસકો, યુ.એસ.એ. અમેરિકા (૨) એક સાધર્મિક મુમુક્ષભાઈ-યુ.એસ.એ. એલ એ. અમેરિકા (૩) શ્રી રાજેન્દ્રભાઈ અને ગીતાબેન મોદી (ખેડાવાળા) સલ્ફાન્સીસકો, યુ.એસ.એ. (૪) વત્સલાબેન ચંપકલાલ ડાહ્યાલાલ શાહ (સુસ્મિતાબેન) જૈનસ્ટ્રીટ, વાપી. તથા યુ. એસ. એ. (૫) કિરીટ આર. શાહ-રાલે, નોર્થ કેરેલા, યુ.એસ.એ. (૬) શ્રી રમેશભાઈ અમુલખભાઈ થરાદાવાળા (યુ. એસ. એ.) (૭) થરાદનિવાસી વોરા કાળીદાસ ત્રિકમભાઈ (હ. : આર. કે.)
બીજી કેટલીક સહાયકતા પરમ પૂજ્ય ગ્રંથકાર શ્રી યશોવિજયજી મ.સા. ના જીવનચરિત્રને લગતા ૮ થી ૧૦ સારા અને સુંદર ફોટાઓની કોપી આપી આ પુસ્તકની શોભા વધારનાર પાલીતાણામાં બીરાજમાન પ. પૂ. આ. મ. શ્રી ભદ્રસેનસૂરીશ્વરજી મ. સા. નો પણ આ અવસરે આભાર માનું છું. જેઓશ્રીએ પૂજ્ય ઉપાધ્યાયજી મ. સા. ના જીવન વિષેના ૧૦ ફોટાઓ આ પુસ્તકમાં છાપવા માટે લાગણીપૂર્વક આપ્યા છે. તથા કોબામાં પૂજ્ય કલ્યાણસાગરસૂરીશ્વરજી અને પૂજ્ય પધસાગરસૂરીશ્વરજી મ.સા.ના સદુપદેશથી થયેલ જૈન પુસ્તકાલયની લાયબ્રેરીએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની હસ્તલેખિત આખી પ્રતની ઝેરોક્ષ કોપી કાઢી આપીને ગ્રંથ સુધારવામાં સહાયકતા કરી આપી છે. તે બદલ પૂ. આ. મહારાજશ્રીનો તથા કોબા જૈન પુસ્તકાલયનો (અને તેઓના કર્મચારીઓનો) પણ આભાર માનું છું.
અર્થો લખવામાં, વિવેચન વિસ્તારવામાં ઘણો જ ઉપયોગ રાખ્યો છે. બહુ જ કાળજી અને સાવધાનીપૂર્વક કામકાજ કર્યું છે. એટલા માટે જ આ પુસ્તકનું ચાર વાર મુફરીડીંગનું કામ પણ મેં પોતે જાતે જ કર્યું છે. તથા લખીને તૈયાર થયેલા મેટરને પણ પૂજ્ય સાધ્વીજી મ. શ્રી શીલવર્ષાશ્રીજી મ.શ્રીએ (કે જેઓ સુંદર અભ્યાસી છે તથા અનેક સાધ્વીજી મ.શ્રીઓને ન્યાયના વિષયો ભણાવે છે. તેઓએ) ઘણી જ ચોકસાઈપૂર્વક સુધારી આપ્યું છે. આમ છતાં ઉપયોગની શૂન્યતાએ તથા છદ્મસ્થપણાના કારણે જે કંઈ ભૂલચૂક રહી ગઈ હોય તે બદલ સકલસંઘ સમક્ષ ક્ષમા માગું છું. તથા જે કોઈ ભૂલ જણાય તે તુરત મને જણાવવા કૃપા કરશો કે જેથી બીજી આવૃત્તિમાં સુધારો કરી શકાય.
સુંદર ટાઈપસેટીંગ તથા વ્યવસ્થિત છાપકામ બદલ “ભરત ગ્રાફીક્સ-અમદાવાદ પ્રેસના માલિક શ્રી ભરતભાઈ, મહેન્દ્રભાઈ તથા તેમના સ્ટાફનો પણ આભાર માનું છું. ૭૦ર, રામસા ટાવર, અડાજણ પાટીયા,
એજ લિ. સુરત-૩૯૫૦૦૯ Gujarat (India).
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા તા. ૨૨/૧૨/૨૦૦૪, મૌન એકાદશી
ફોન : (૦૨૬૧) ૨૬૮૮૯૪૩