Book Title: Dravya Gun Paryaya no Ras Part 1
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૬
પ્રસ્તાવના
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સંદિગ્ધ અર્થો ઉકેલવામાં ઉપકારી પુરુષો :
કોઈ કોઈ ગાથાઓ ઘણી જ દુર્ગમ છે. જેમ કે નવમી ઢાળની ગાથા ૧૧-૧૨ અને ૧૩ તથા સ્વોપજ્ઞ ટબામાં તો ઘણી પંક્તિઓ અત્યન્ત દુર્ગમ છે. વારંવાર બેસાડવા છતાં તેમાં કહેલો વિષય સ્કૃતિ અને ધારણા બહાર ચાલ્યો જાય છે. તેથી આવી ગાથાઓના ભાવાર્થો તથા ટબાની કઠીન પંક્તિઓના અર્થો ઉકેલવામાં પૂ. આ. ભ. શ્રી ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મ. સા., પૂજ્ય આ. ભ. શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મ. સા., પૂજ્ય આચાર્યદેવશ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય શ્રી યશોવિજયજી ગણિવરજી આદિ મુનિ ભગવંતો તથા પૂજ્ય સાધ્વીજી મ.શ્રી શીલવર્ષાશ્રી મ.સા (લીંબડાના ઉપાશ્રયવાળા) આ મહાત્માઓએ મારા ઉપર ઘણો જ ઉપકાર કર્યો છે. અત્યન્ત વાત્સલ્યભાવથી વિષય ફુટ કરીને મને સમજાવવા તેઓશ્રીએ પ્રયત્ન કર્યો છે. તથા જરૂરી સાહિત્ય સામગ્રી પણ પુરી પાડી છે. આ સમયે આ સર્વે ઉપકારી મહાત્માઓને ભાવપૂર્વક વંદના કરી તેઓશ્રીનો ઉપકાર સ્વીકારવા પૂર્વક આભાર વ્યક્ત કરું .
પ્રકાશનમાં સહયોગ - ગ્રંથ મોટો છે. અર્થવિવેચન ઘણું લાંબું છે. પ્રકાશન ખર્ચ પણ સવિશેષ છે. છતાં આ કાર્ય સહેલાઈથી સમાપ્ત થયું છે. આ ગ્રંથ જેમ જેમ લખાતો જતો હતો તથા જેમ જેમ છપાતો જતો હતો ત્યારે નીચેના મહાત્મા પુરુષોએ તથા અમેરિકામાં વસતા તત્ત્વજિજ્ઞાસુ ભાઈ-બહેનોએ યથાયોગ્ય કોપીઓ નોંધાવીને પ્રકાશનકાર્યમાં સુંદર સહયોગ આપેલ છે. પહેલેથી જ કોપીઓ નોંધાવી સહકાર આપી વિવેચન લખવામાં મને ઉત્સાહિત કરવા બદલ આ અવસરે તે સર્વેનો પણ હું આભાર માનું છું. (૧) આ. શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાન શાળા – અમદાવાદ
પૂજ્ય ગચ્છાધિપતિ આ.મ.શ્રી રામસૂરીશ્વરજી મ. સા. (ડહેલાવાળા)ની પ્રેરણાથી (૫૦ કોપી) (૨) પરમ પૂજ્ય આચાર્ય, મ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ. સા. (૧૦૦ કોપી) (૩) પ. પૂ. આચાર્ય, મ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. કલ્યાણબોધિવિજયજી મ. સા.
(૨૦૦ કોપી) (૪) પરમ પૂજ્ય આ. શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ. સા. (ત્રિસ્તુતિક) (૧૦૦ કોપી) (૫) પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી સાગરચંદ્રસાગરજી મ.સા. (૧૫૦ કોપી) (૬) શ્રી કીરીટભાઈ દફતરી પરિવાર (૧૦૦ કોપી) વેક્કો, યુ.એસ.એ. (૭) દેવયાની ચંદ્રકાન્તભાઈ શાહ. શામ્બર્ગ, યુ.એસ.એ. (૧૦૦ કોપી)