Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી છકાયના બોલ અને ૧૨ કઠોળ મળીને કુલ ૨૪ જાતિનાં ધાન્ય તને ઔષધિ કહીએ.
૧૧ જલવૃક્ષ –- તે ૧ પોયણા, કમલ પોયણા, ૩ વીતેલા, ૪ સિઘાડા, પ સેવાળ, ૬ કમળકાકડી, એ આદિ જલવૃક્ષના ઘણા ભેદ છે.
૧૨ કોસંડા – ૧ બિલાડીની બલી, ૨ બિલાડીના ટોપ એ આદિ ભૂમિ ભેદી બહાર નીકળે તેવા કોસંડાના ઘણા ભેદ છે.
દરેક વનસ્પતિના વૃક્ષ ૧૦ બોલ કરી શોભે છે. ૧. મૂળ, ૨. કંદ, ૩. સ્કંધ (થડ), ૪. ત્વચા (છાલ), ૫. શાખા (ડાળી), ૬. પ્રવાલ (કુણું પાંદડું - કુંપળ), ૭. પત્ર (પાંદડાં), ૮. ફૂલ, ૯. ફળ, ૧૦. બીજ. તે દશેમાં પોતપોતાનો એક જીવ હોય છે અને તેને આશ્રયે ત્રણ પ્રકારના જીવ ભગવાને કહ્યાં છે. સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા. તે પ્રત્યેક વનસ્પતિના ઊગતા, કૂણાં અંકુરામાં, ચક્ર પડે (જેનું શરીર ભાંગતાં સમાન ભંગ થાય તે) તેમાં અનંત જીવ હોય છે. કાચું, જ્યાં જ્યાં લીલાશ છે તેવા અધકચરામાં (કોથમરીનાં પાન, ફણસી આદિ શાકની છાલ) અસંખ્યાતા જીવ હોય છે. પ્રત્યેક પાકામાં સંખ્યાતા જીવ હોય છે.
સાધારણ વનસ્પતિના ભેદ કંદમૂળની જાતિને સાધારણ વનસ્પતિ' કહીએ. તે ૧ લસણ, ૨ ડુંગળી, ૩ આદુ, ૪ સૂરણ, પ રતાળુ, ૬ પંડાલુ, ૭ બટેટા, ૮ થેક, ૯ સકરકંદ, ૧૦ મૂળાના કંદ, ૧૧ નીલી હળદર, ૧૨ નીલી ગળી, ૧૩ ગાજર, ૧૪ અંકુરા, ૧૫ ખુરસાણી, ૧૬ કુંવર, ૧૭ મોગ્ય,
૧ જેનું શરીર ભાંગતાં સમાન ભંગ ન થાય તથા જેમાં તાંતણાં કે રેસા હોય તે પ્રત્યેક વનસ્પતિ છે તેમાં સંખ્યાતા કે અસંખ્યાતા જીવ હોય છે. ૨ જેમાં ભાંગતાં સમાન ભંગ થાય તથા તાંતણાં કે રેસા ન હોય તે સાધારણ વનસ્પતિ છે તેમાં અનંતા જીવો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org