Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
દ્રવ્ય પર ૩૧ દ્વાર વકતવ્ય, પરમ ઇત્યાદિ. ધર્મ, અધર્મ, આકાશ એક એક દ્રવ્ય છે. 'જીવ, પુદ્ગલ, કાળ અનંત છે. વિશેષ સ્વભાવ પોતપોતાના ગુણ છે જેમાં છ દ્રવ્યો અરસપરસ ભિન્નતા ધરાવે છે.
૫. ક્ષેત્ર દ્વાર : ધર્મ, અધર્મ, જીવ અને પુદ્ગલ લોક વ્યાપક છે. આકાશ લોકાલોક વ્યાપક છે અને કાળ અદ્રીદ્વીપમાં પ્રવર્તનરૂપ છે અને ઉત્પાદ વ્યય રૂપે લોકાલોક વ્યાપક છે.
૬. કાળ દ્વાર : ધર્મ, અધર્મ, આકાશ અને જીવ દ્રવ્યાપેક્ષા અનાદિ અનંત છે. ઉત્પાદ વ્યય (ક્રિયાપેક્ષા) અપેક્ષા સાદિસાંત છે. પુદ્ગલ દ્રવ્ય અપેક્ષા અનાદિ અનંત, પ્રદેશાપેક્ષા સાદિ સાંત છે. કાળ દ્રવ્ય અપેક્ષા અનાદિઅનંત, સમયાપેક્ષા સાદિસાત છે.
૭. ભાવ દ્વાર : પુદ્ગલ રૂપી છે. શેષ પ દ્રવ્યો અરૂપી છે.
૮. સામાન્ય – વિશેષ દ્વાર: સામાન્યથી વિશેષ બળવાન છે. જેમ સામાન્યત: દ્રવ્ય ૧ છે, વિશેષ છે. ધર્માસ્તિકાયનો વિશેષ ગુણ ચલણ સહાય છે, અધર્માસ્તિકાયનો સ્થિર સહાય, આકાશાસ્તિકાયનો અવગાહનાદાન, કાળનો વર્તના ગુણ, જીવાસ્તિકાયનો ચૈતન્ય ગુણ, પુદ્ગલાસ્તિકાયનો પૂરણ, ગલન, વિધ્વંસન ગુણ અને સામાન્ય ગુણો છે કે દ્રવ્યોના અનંત અનંત છે.
૯. નિશ્ચય વ્યવહાર દ્વાર – નિશ્ચયથી દરેક દ્રવ્ય પોતપોતાના ગુણોમાં પ્રવર્તે છે. વ્યવહારમાં અન્ય દ્રવ્યોને પોતાના ગુણની સહાયતા આપે છે. જેમ, લોકાકાશમાં બધાં દ્રવ્યો રહે છે તો તેને આકાશ અવગાહનામાં સહાયક થાય છે. પણ અલોકમાં અન્ય દ્રવ્યો નથી એટલે અવગાહનામાં સહાયતા નથી દેતા. છતાં અવગાહન ગુણમાં પણ હાનિ વૃદ્ધિ સદા થર્યો કરે છે. એવી જ રીતે બધા દ્રવ્યો માટે જાણવું.
૧૦. નય દ્વાર : નય એટલે પદાથના અંશને ગ્રહણ કરે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org