Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
પિ૬ સી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ પ્રથમ ત્રણા, ૭-૮ દેશમાં મન, શબ્દ એ બે તથા ૯ થી ૧૨ દે.માં મન પરિચારણા. આગળ પરિચારણા નથી.
૨૩. પુણ્ય દ્વાર જેટલાં પુણ્ય વ્યંતર દેવ હસી, કુતૂહલ કરી અનંત શુભ પ્રકૃતિરૂપ કર્મોન (પુણ્યને) ૧૦૦ વર્ષમાં ક્ષય કરે છે. તેટલા પુણ્ય નાગાદિ ૯ દેવો ૨૦૦ વર્ષમાં, અસુર. ૩00 વર્ષમાં, ગ્રહ-નક્ષત્ર-તારા ૪00 વર્ષમાં, ચંદ્ર-સૂર્ય ૫૦૦ વર્ષમાં, ૧-૨ દેવ. ૧૦00 વર્ષમાં, ૩-૪ દેવ. ૨૦૦૦ વર્ષમાં, ૫-૬ દેવ. 3000 વર્ષમાં, ૭-૮ દેવ. ૪000 વર્ષમાં, ૯ થી ૧૨ દેવ. ૫૦૦૦ વર્ષમાં, પહેલી ત્રિક ૧ લાખ વર્ષમાં, બીજી ત્રિક ર લાખ વર્ષમાં, ત્રીજી ત્રિક ૩ લાખ વર્ષમાં, ૪ અનુ. વિ. ૪ લાખ વર્ષમાં અને સર્વાર્થસિદ્ધના દેવતા પ લાખ વર્ષમાં એટલા પુણ્ય ક્ષય કરે.
૨૪. સિદ્ધ દ્વાર : વૈમાનિક દેવમાંથી નીકળેલા મનુષ્યમાં આવીને એક સમયમાં ૧૦૮ સિદ્ધ થઈ શકે. દેવીમાંથી ર૦ સિદ્ધ થઈ શકે.
૨૫. ભવ દ્વાર : વૈમાનિક દેવ થયા બાદ ભવ કરે તો જ. ૧-૨-૩ સંખ્યાત, અસંખ્યાત યાવત અનંત ભવ પણ કરે.
૨૬. ઉત્પન્ન દ્વાર : ૯ રૈવેયક સુધીના વૈમાનિક દેવપણે અનંતીવાર આ જીવ ઉપજ્યો. ૪ અનુત્તર વિમાનમાં ગયા બાદ સંખ્યાત (૧૩) ભવમાં અને સર્વાર્થસિદ્ધથી ૧ ભવમાં મોક્ષે જાય.
૨૭. અલ્પબદુત્વ દ્વાર : સૌથી થોડા ૫ અનુ. વિમાનના દેવ, તેથી ઊતરતા ક્રમે ૯મા દેવલોક સુધી સંખ્યાતગણા, ૮ માથી ઊતરતા બીજા દેવ. સુધી અસંખ્યાતગણા દેવ, તેથી બીજા દેવલોકની દેવી સંખ્યાતગણી, તેથી પહેલા દેવોના દેવ સંખ્યાતગણા, તેથી પહેલા દેવલોકની દેવી સંખ્યાગણી. - ઇતિ વૈમાનિક દેવ.
જ ઈs D SS SS SS S %
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org