Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
|૬૦૪
શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ
૮ થી ૧૧ વર્ષ, ગંધ, ૨સ, સ્પર્શ : તેના ૨૦ બોલ અપેક્ષા
યાવત્ ૨૪ દંડકના એકેક અને ઘણા જીવો ચ૨મ પણ છે અચરમ પણ છે.
ઇતિ ૨૨માચ૨મ.
全國國小陶服的小内内务
૯૬. જીવ પરિણામ પદ
શ્રી પક્ષવણા સૂત્ર પદ ૧૩
જે પરિણતિપણે પરિણમે તે પરિણામ છે. જેમ જીવ સ્વભાવે નિર્મળ, સચ્ચિદાનંદ રૂપ છે. તથાપિ ૫૨ પ્રયોગથી કષાયમાં પરિણમીને કષાયી કહેવાય છે. ઇત્યાદિ પરિણામ બે પ્રકારના છે. જીવ પરિણામ, અજીવ પરિણામ.
જીવ પરિણામ : ૧૦ પ્રકા૨ના છે. ગતિ, ઇંદ્રિય, કષાય, લેશ્યા, યોગ, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વેદ પરિણામ. તેનો વિસ્તા૨ઃ ગતિના ૪, ઇંદ્રિયના ૫, કષાયના ૪, લેશ્યાના ૬, યોગના ૩, ઉપયોગના ૨ (સાકા૨–જ્ઞાન, નિરાકાર-દર્શન), જ્ઞાનના ૮ (૫ જ્ઞાન, ૩ અજ્ઞાન), દર્શનના ૩ (સમ., મિથ્યા., મિશ્ર દૃષ્ટિ), ચારિત્રના ૭ (૫ ચારિત્ર, ૧ દેશ વ્રત અને ૧ અવ્રત), વેદ (સ્ત્રી, પુરૂષ, નપુંસક)ના ૩, એમ કુલ ૪૫ બોલ છે અને સમુચ્ચય જીવમાં (૧) અનિન્દ્રિય, (૨) અકષાય, (૩) અલેશી, (૪) અયોગી, (૫) અવેદી એ પાંચ બોલ મેળવવાથી ૫૦ બોલ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org