Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 635
________________ ૬૧૬ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ અ. પ્રશસ્ત કાય વિનય – તેના ૭ ભેદ તે યત્નાથી ચાલે, ઊભો રહે, બેસે, શયન કરે, ઓળંગે, વારંવાર ઓળંગે, સર્વ ઇન્દ્રિયો અને કાયાની પ્રવૃત્તિ યત્નાથી કરે. બ. અપ્રશસ્ત કાય વિનય – તેના ૭ ભેદ અયત્નાથી ચાલે, ઊભો રહે, બેસે, શયન કરે, ઓળંગે, વારંવાર ઓળંગે, સર્વ ઇન્દ્રિયો અને કાયાની પ્રવૃત્તિ અયત્નાથી કરે. આમ કાય વિનયના કુલ ૧૪ ભેદ થયા. ૭) વ્યવહા૨ વિનય – તેના ૭ ભેદ છે. ૧. ગુરુજનો, સત્પુરુષો પાસે બેસે. ૨. ગુરુ આદિની આજ્ઞા પ્રમાણે વર્તે. ૩. ગુરુ આદિ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવા અથવા જેની પાસેથી વિદ્યા લીધી છે તેની સેવા કરે. ૪. ઉપકાર યાદ કરીને ગુરુજનોની કૃતજ્ઞતાપૂર્વક સેવા કરે. ૫. રોગી, વૃદ્ધ, ગુરુ આદિની ચિંતા, દુઃખ જાણીને તે દૂર કરે. ૬. દેશ, કાળ અનુસાર પ્રભુ આજ્ઞા પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરે. ૭. નિંધ પ્રવૃત્તિ ન કરે. સર્વને અનુકૂળ કાર્ય કરે. (આમ ૫ + ૫૫ + ૫ + ૨૪ + ૨૪ + ૧૪ + ૭ = ૧૩૪ ભેદ વિનય તપના થયા.) ૩. વૈયાવચ્ચ તપ આહાર, પાણી, ઔષધ આદિથી સેવા કરવી તે વૈયાવચ્ચ. તેના ૧૦ ભેદ. ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. નવદીક્ષિત, ૪. રોગી, ૫. તપસ્વી, ૬. સ્થવિર, ૭. સ્વધર્મી, ૮. કુળ, ૯. ગણ, અને ૧૦ સંઘ એ ૧૦ ની વૈયાવચ્ચ (સેવાભક્તિ) કરે. ૪. સ્વાધ્યાય તપ આત્મ ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી મર્યાદાપૂર્વક શાસ્ત્રોનું પઠન પાઠન કરવું. તેના પાંચ ભેદ છે. ૧. વાયણા – સૂત્રાદિની વાંચના લેવી, દેવી. ૨. પુચ્છણા – શંકાના સમાધાન માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670