Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
દિ૩૭
ચૌભંગી હોય તેને દાન દે પણ જરૂરિયાત વાળાને દાન દે નહીં. ૩. એક જરૂરિયાતવાળાને દાન દે અને અજરૂરિયાતવાળાને પણ દાન દે. ૪. એક જરૂરિયાતવાળાને દાન દે નહીં અને અજરૂરિયાતવાળાને પણ દાન દે નહીં.
૧૦. ચાર પ્રકારના મેઘ – ૧. એક મેઘ ક્ષેત્રમાં વરસે પણ ખારમાં વરસે નહીં. ૨. એક ખારમાં વરસે પણ ક્ષેત્રમાં વરસે નહીં. ૩. એક ક્ષેત્રમાં વરસે અને ખારમાં વરસે. ૪. એક ક્ષેત્રમાં પણ વરસે નહીં અને ખારમાં પણ વરસે નહીં. એ રીતે ચાર પ્રકારના પુરૂષ જાણવા. ૧. એક પુરૂષ સુપાત્રને દાન દે પણ કુપાત્રને દાન દે નહીં. ૨. એક પુરૂષ કુપાત્રને દાન દે પણ સુપાત્રને દે નહીં. ૩. એક પુરૂષ સુપાત્રને દાન દે અને કુપાત્રને પણ દાન દે. ૪. એક પુરૂષ સુપાત્રને પણ દાન દે નહીં અને કુપાત્રને પણ દાન દે નહીં તે કૃપણ.
૧૧. ચાર પ્રકારના મેઘ – ૧. એક મેઘ એકવાર વરસે અને તેમાં દશ હજાર વર્ષ સુધી અન્ન નીપજે. ૨. એક મેઘ એકવાર વરસે અને હજાર વર્ષ સુધી અન્ન નીપજે. ૩. એક મેઘ એક વાર વરસે અને દશ વર્ષ સુધી અન્ન નીપજે. ૪. એક મેઘ ઘણીવાર વરસે અને એકવાર ધાન્ય નીપજે. તે પાંચમા આરાનો મેઘ. એ દૃષ્ટાંત પુરૂષ ઉપર ઉતારે છે. ૧. સંયતી રાજાએ તથા ગજસુકુમારે એકવાર દેશના સાંભળી રાજ્ય છોડી દીક્ષા લીધી. ૨. પરદેશી રાજા કેશીકુમારની એકવાર વાણી સાંભળી અને બાર વ્રતધારી શ્રાવક થયા. ૩. શ્રેણિક રાજા એકવાર વાણી સાંભળી સમકિતિ થયા. ૪. પાંચમા આરાના જીવ ઘણીવાર સાંભળે પણ દ્રઢતા રહેવી ઘણી કઠણ, કારણ કે સાંભળે ત્યાં સુધી દ્રઢતા તે ચોથા મેઘ સમાન જાણવા. *
૧૨. ચાર પ્રકારનાં બળ – ૧. એક એક જીવને તપશ્યાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org