Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી બહ૬ જૈન થોક સંગ્રહ
જાંભક દેવોને જાણો . જભક દેવો સદા ક્રિડામાં લીન રહે છે તથા દિવસ અને રાત્રિના ત્રણે કાળમાં ફરે છે તેથી તેને જાંભક કહે છે. (૧) આણ જમકા – ભોજનના પરિમાણને વધારવું-ઘટાડવું,
સરસ–નિરસ કરવું આદિ શક્તિવાળા. (૨) પાણજભકા – પાણીને ઘટાડવા-વધારવાવાળા દેવ. (૩) લયણજભકા – ઘર આદિની રક્ષા કરવાવાળા દેવ. (૪) સયણ જાંભકા – શય્યા આદિની રક્ષા કરવાવાળા દેવ. (૫) વત્યજભકા – વસ્ત્રને વધારવા–ઘટાડવાની શક્તિવાળા દેવ. (૬) પુષ્પજભકા – ફૂલોની રક્ષા કરવાવાળા દેવ. (૭) ફળજાભકા – ફળોની રક્ષા કરવાવાળા દેવ. (૮) બીજાંભકા – ફૂલો અને ફળોની રક્ષા કરવાવાળા દેવ. (૯) વિદુભકા – વિદ્યાઓની રક્ષા કરવાવાળા દેવ. (૧૦) અવિયતજભકા – સામાન્ય રૂપથી બધા પદાર્થોની રક્ષા
કરવાવાળા દેવ. | કિલ્વિષી દેવોને જાણો.... જિનેશ્વર દેવોની વાણીનાં ઉત્થાપક, તીર્થકર દેવોની આશાતના કરવાવાળા, જિનાજ્ઞાના વિરાધક, તપ – સંયમની ચોરી કરવાવાળા, આચાર્ય ઉપાધ્યાયનાં અવર્ણવાદ બોલવાવાળા જીવો કિલ્વિષી દેવો થાય છે. જેમ આપણા ક્ષેત્રમાં ભંગી – ચાંડાળ આદિના માન – સન્માન નથી તેમ તે દેવોના કોઈ માન સન્માન નથી. તેઓ નજીકના દેવોની સભામાં આમંત્રણ વિના જાય છે અને દૂર બેસે છે. તેની ભાષા કોઈને સારી લાગતી નથી અને છતાં પોતે વચ્ચે બોલે તે "મા ભાષ દેવા" એમ કહીને તમને બોલતાં અટકાવી દેવાય છે.
શુભ થાઓ, કલ્યાણ થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org