Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 662
________________ ચૌભંગી ૬૪૩ કઠણ અને અંદર પોચું, તે નાળિએ૨. ૨. એક ફળ બહાર પોચું અને અંદ૨ કઠણ, તે બો૨. ૩. એક ફળ અંદર પોચું અને બહાર પોચું, તે દ્રાક્ષ. ૪. એક ફળ અંદ૨ કઠણ અને બહાર પણ કઠણ, તે સોપારી. ૩૦. એ રીતે ચાર પ્રકારના પુરૂષ જાણવા – ૧. એક પુરૂષ ઉપરથી કઠોર બોલે પણ મનમાં પરિણામ ઘણાં ન૨મ તે માતા પિતા અથવા ભણાવનાર. ૨. એક ઉ૫૨થી મીઠું બોલે પણ મનમાં ઘણું કઠણ તે કપટી દુશ્મન અથવા ઓ૨માન મા. ૩. એક પુરૂષ ઉપ૨થી મીઠું બોલે અને મનમાં ઘણું હિત ૨ાખે, તે સાધુમુનિ૨ાજ. ૪. એક પુરૂષ મોઢે કડવા બોલો અને પેટમાં પણ ખોટા વિચાર રાખે, તે પાપી જીવ. ૩૧. ચાર પ્રકારે ઉપમા – ૧. છતી વસ્તુને અછતી ઉપમા, તે નગ૨ી દેવલોક સ૨ખી. ૨. અછતી વસ્તુને છતી ઉપમા તે છાશ, દૂધ જેવી. ૩. અછતી વસ્તુને અછતી ઉપમા, તે ચાર ગાઉનો કૂવો વાળથી ભરીએ સો સો વર્ષે એક એક વાળ કાઢીએ અને કૂવો ખાલી થાય ત્યારે એક પલ્ય થાય તે. ૪. છતી વસ્તુને છતી ઉપમા આપે. તે ગોળ સાક૨ જેવો. ૩૨. ચાર પ્રકારે નિર્જરા – ૧. ઘણી વેદના અને થોડી નિર્જરા તે સાતમી ન૨કવાળાને. ૨. થોડી વેદના અને ઘણી નિર્જરા તે સામાન્ય સાધુને. ૩. ઘણી વેદના અને ઘણી નિર્જરા તે પિંડમાધારી તથા જિનકલ્પી સાધુને. ૪. થોડી વેદના અને થોડી નિર્જરા તે અનુત્ત૨ વિમાનના દેવતાને. ૩૩. ચાર ઠેકાણે કષાયનો વાસો – ૧. ક્રોધનો વાસો કપાળમાં, ૨. માનનો વાસો ગરદનમાં, ૩. માયાનો વાસો હૈયામાં, ૪. લોભનો વાસો સર્વાંગમાં. Jain Education International For Private & Personal Use.Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 660 661 662 663 664 665 666 667 668 669 670