Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text ________________
૬૪૨
અવગુણ પણ ન દેખે, અને પારકો પણ ન દેખે.
૨૧. ચાર પ્રકારે દેવતાની ગતિનો આવેલો જાણીએ – ૧. ઉદારચિત્ત હોય. ૨. સુસ્વર કંઠ હોય. ૩. ધર્મનો ૨ાગી હોય. ૪. દેવગુરુનો ભક્ત હોય.
૨૨. ચાર પ્રકારે તિર્યંચ ગતિનો આવેલો જાણીએ – ૧. અનાડી હોય, ૨. અસંતોષી હોય, ૩. કપટી હોય, ૪. મૂર્ખની સેવા ક૨ે તથા ભૂખ ઘણી હોય.
૨૩. ચાર પ્રકારે મનુષ્ય ગતિનો આવેલો જાણીએ ૧. વિનીત હોય, ૨. નિર્લોભી હોય, ૩. દયા ધર્મ ૫૨ હિતભાવ રાખનાર હોય, ૪. ૫૨ને વહાલો લાગે.
શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ
૨૪. ચાર પ્રકારે ના૨કીનો આવેલો જાણીએ -- ૧. ક્રોધી હોય, ૨. પંડિતાઈ રહિત હોય, ૩. દયા રહિત હોય, ૪. કંકાસી હોય. ૨૫. ચાર પ્રકારે કિલ્વિષી દેવતાનું આયુષ્ય બાંધે ૧. તીર્થંક૨ના અવગુણ બોલે, ૨. ધર્મના અવગુણ બોલે, ૩. આચાર્ય, ઉપાધ્યાયના અવગુણ બોલે, ૪. ચતુર્વિધ સંઘના અવગુણ બોલે.
૨૬. ચાર પ્રકારે જીવ ધર્મ પામે નહીં – ૧. અહંકારી, ૨. ક્રોધી, ૩. રોગી, ૪. પ્રમાદી, ધર્મ ન પામે.
૨૭. લોકમાં ચાર ચીજો સરખી કહી છે – ૧ ઊંડુ નામે વિમાન, ૨. શીમંતક નામે ન૨કાવાસો, ૩. મનુષ્ય ક્ષેત્ર, ૪. સિદ્ધશીલા. એ ચારે ૪૫ લાખ જોજનના છે.
૨૮. લોકમાં ચાર વાનાં એક લાખ જોજનનાં કહ્યાં છે – ૧. અપઈઠાણ ન૨કાવાસ, સાતમી ન૨કે. ૨. પાલક વિમાન, પહેલા દેવલોકે, ૩. જંબુદ્રીપ ત્રીછાલોકે, ૪. સર્વાર્થસિદ્ધ વિમાન, ઊંચે દેવલોકે. ૨૯. ચાર પ્રકારના ફળ કહ્યાં છે તે ૧. એક ફળ બહાર
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 659 660 661 662 663 664 665 666 667 668 669 670