Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 664
________________ ચૌભંગી ૬િ૪૫૩ અધુરૂં મૂકી બીજું કામ ઉપાડે. એ ચાર પ્રકારના ચપળ, જ્ઞાન ન પામે. . ૩૯. ચાર પ્રકારના થોડા પુરૂષ – ૧. પર દુઃખે દુઃખીયા થોડા, ૨. પર ઉપકારી થોડા, ૩. ગુણગ્રાહી થોડા, ૪. ગરીબ સાથે સ્નેહ રાખે તેવા થોડા. ૪૦. ચાર દિશાઓમાં ચાર પુરૂષ – ૧. પૂર્વ દિશામાં ભોગી ઘણા, ૨. પશ્ચિમ દિશામાં શોગી ઘણાં, ૩. ઉત્તર દિશામાં જોગી ઘણાં, ૪. દક્ષિણ દિશામાં રોગી ઘણાં. ૪૧. ચાર પ્રકારનાં ગળણાં – ૧. ધરતીનું ગળણું, ઇર્યા સમિતિ, ૨. મતિનું ગળણું, શુભ ધ્યાન, ૩. વચનનું ગળણું, નિર્વધ ભાષા, ૪. પાણીનું ગળણું, જાડું લૂગડું. ૪૨. ચાર પ્રકારના સાધુ – ૧. એક પોતાનું ભરણપોષણ કરે તે બીજાનું ન કરે, તે જિનકલ્પી. ૨. એક પોતાનું ન કરે અને પરનું કરે, તે પર ઉપકારી સાધુ. ૩. એક પોતાનું કરે અને પરનું કરે, તે સામાન્ય સાધુ. ૪. એક પોતાનું ન કરે અને બીજાનું પણ ન કરે, તે સંથારો કરેલ સાધુ (અથવા દરિદ્રી). ૪૩. ચાર પછેડી સાધ્વીને રાખવી તે – ૧. એક, બે હાથ પનાની સ્થાનકમાં ઓઢે, ૨. બીજી, બે હાથ પનાની ઠંડીલ જતાં ઓઢે, 3. ત્રીજી, ત્રણ હાથ પનાની ગોચરી જતાં ઓઢે. ૪. ચોથી, ચાર હાથ પનાની સમોસરણમાં જતી વખતે ઓઢે. ૪૪. ચાર પ્રકારના પુરૂષ – ૧. એક પુરૂષ સાધુ વેષ મૂકે પણ જિનાજ્ઞારૂપ ધર્મ ન મૂકે, કોઈક કારણ વિશેષ. ૨. એક પુરૂષ સાધુ વેષ ન મૂકે પણ જિનાજ્ઞા રૂપ ધર્મ મૂકે, જમાલીની પેરે. ૩. એક પુરૂષ વેષ તથા ધર્મ બન્ને ન મૂકે, તે ભલા સાધુની પેરે. ૪. એક પુરૂષ સાધુ વેષ મૂકે અને ધર્મ પણ મૂકે, તે કુંડરિકની પેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 662 663 664 665 666 667 668 669 670