Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
ચૌભંગી
૬૪૧
પણ ઊજળો. ૪. એક પુરૂષ બહાર પણ મેલો અને અંદ૨ પણ મેલો.
૧૬. ચાર પ્રકારના પુત્ર – ૧. એક પુત્ર પિતા થકી અધિક, તે ઋષભદેવના પુત્ર ભરતની પેરે. ૨. એક પુત્ર પિતાથી હીન, તે ભરતેશ્વરના પુત્રની પેરે. ૩. એક પુત્ર, પિતાતુલ્ય તે આદિત્ય જશાના પુત્રની પેરે. ૪. એક પુત્ર, પિતાને કલંકરૂપ. તે કુંડ૨ીકવત્.
૧૭. ચાર પ્રકારના રોગ ૧. એક, દેખાવમાં દુષ્ટ પણ વેદના થોડી છે, તે મેદનો રોગ. ૨. એક, દેખાવમાં દુષ્ટ નહીં પણ વેદના ઘણી તે કંઠમાળનો રોગ. ૩. એક દેખાવમાં દુષ્ટ અને વેદના પણ ઘણી, તે પેટશૂળનો રોગ. ૪. એક, દેખાવમાં દુષ્ટ નહીં અને વેદના પણ નહીં, તે શૂન્ય ચિત્તનો રોગ.
---
૧૮. ચાર પ્રકારની દીક્ષા – ૧, એક સિંહની પે૨ે વ્રત લે અને સિંહની પે૨ે પાળે, તે ભરતેશ્વર રાજાની પેરે. ૨. એક સિંહની પેરે વ્રત લે અને શિયાળ જેવો થઈ વ્રત મૂકે, તે કુંડરીકની પેરે. ૩. એક શિયાળની પેરે વ્રત લે અને સિંહની પેરે વ્રત પાળે, તે અંગારમર્દન આચાર્યના શિષ્યની પેરે. ૪. એક શિયાળની પે૨ે વ્રત લે અને શિયાળ પે૨ે પાળે, તે કાલકાચાર્યના શિષ્યની પેરે.
૧૯. ચાર પ્રકા૨ના સ્નેહ – ૧. એક, સુંઠના ત૨ણાનો તાર તે તૂટયો સંધાય નહીં, તેમ સ્નેહ તૂટ્યો સંધાય નહીં. ૨. એક વાંસની છાલ તૂટી કંઈક સંધાય તેમ સ્નેહ કાંઈક તૂટ્યો સંધાય. ૩. એક ઊનની દોરી તૂટી વિશેષ સંધાય, તેમ સ્નેહ તૂટ્યો સંધાય. ૪. એક ચામડાની તાંતનો તાર તૂટતાં ઘણી વાર લાગે અને સાંધો પણ લાગે.
૨૦. ચાર પ્રકા૨ના પુરૂષ – ૧. એક પોતાનો અવગુણ દેખે, પારકો ન દેખે. ૨. એક પારકો અવગુણ દેખે, પોતાનો ન દેખે. ૩. એક મા૨કા અવગુણ પણ દેખે અને પોતાનો પણ દેખે. ૪. એક પોતાનો
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org