Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 636
________________ ૬િ૧૭) બાર પ્રકારનાં તપ પ્રશ્ન આદિ પૂછીને નિર્ણય કરવો. ૩. પરિણા – ભણેલાં જ્ઞાનને ફેરવતાં રહેવું. ૪. અનુપ્રેક્ષા – સૂત્ર અને અર્થનું ચિંતન કરવું. પ. ધર્મકથા – પરિષદામાં ચાર પ્રકારની ધર્મકથા કહેવી. (૧) આપણી - મોક્ષની નજીક કરે. (૨) વિક્ષેપણી – સંસારથી દૂર કરાવે. (૩) સંવેગણી – વૈરાગ્યભાવને વધારનારી (૪) નિર્વેદણી – વિષય કિષાયની અભિલાષા દૂર કરાવી આત્માને વિકાર રહિત બનાવે. ૫, ધ્યાન સુપ કોઈપણ એક જ વિષય પર મનની એકાગ્રતા કરવી તેને ધ્યાન કહે છે. ચાર ધ્યાનના મળીને કુલ ૪૮ ભેદ છે. આર્તધ્યાનના ૪ પાયા, ૪ લક્ષણ, રૌદ્રધ્યાનના ૪ પાયા, ૪ લક્ષણ, ધર્મધ્યાનના ૪ પાયા, ૪ લક્ષણ, ૪ આલંબન, ૪ અનુપ્રેક્ષા, શુકલધ્યાનના ૪ પાયા, ૪ લક્ષણ, ૪ આલંબન, ૪ અનુપ્રેક્ષા. ૮+૮+૧૬+૧૬= ૪૮ ભેદ થાય છે. તેનું વિવેચન ૪ ધ્યાનના થોકડામાં આપેલ છે તેથી અત્રે વિવેચન આપેલ નથી. (થોકડા ને પ૭ પાનું ૪૭૪). ૬. કાઉસ્સગ્ગ (વ્યત્સર્ગ–કાયોત્સર્ગ) ૫ તેના બે ભેદ. ક. દ્રવ્ય કાયોત્સર્ગ. . ભાવ કાયોત્સર્ગ. ક. દ્રવ્ય કાયોત્સર્ગ – વ્યુત્સર્ગ એટલે આત્માથી અલગ પદાર્થોનો ત્યાગ. તેના ચાર ભેદ છે. ૧. શરીરના મમત્વનો ત્યાગ કરે. ૨. સંપ્રદાયના મમત્વનો ત્યાગ કરે. ૩. વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણનું મમત્વ ત્યાગે. ૪. આહાર પાણી આદિ પદાર્થોનું મમત્વ ત્યાગે. ખ. ભાવ કાયોત્સર્ગ – આત્મ ભાવોથી ભિન્ન ભાવોનો ત્યાગ કરવો. તેનાં ૩ ભેદ છે. ૧. કષાય કાયોત્સર્ગ – તે ચાર કષાયનો ત્યાગ કરવો. ૨. સંસાર કાયોત્સર્ગ – તે ચાર ગતિમાં જવાનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670