Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 630
________________ - - ૬િ૧૧ બાર પ્રકારનાં તપ વાસણમાંથી ગૃહસ્થ એકાદ ચમચો કાઢેલું હોય અને શેષ બાકી હોય તો લેવું. (૯) પીરસવામાં આવતો આહાર લેવો. (૧૦) કોઈ આહાર ઠંડો કરીને વળી પાછો વાસણમાં નાખતા હોય તે લે. (૧૧) કોઈ ગૃહસ્થીએ કોઈની માટે લાવેલો આહાર લે. (૧૨) એક સ્થાનથી બીજા સ્થાન પર રાખેલ આહાર લે. (૧૩) પ્રશંસા અથવા નિંદા કરેલો આહાર લે. (જેમ કે પાણી ઠંડું છે પણ ખારું છે.) (૧૪) કોઈને મોકલવા માટે અલગ રાખેલો હોય તે લે. (૧૫) અચેત શાક આદિથી હાથ ખરડાયેલાં હોય તો લે. (૧૬) અચેત શાક આદિથી હાથ ખરડાયેલાં ન હોય તો લે. (૧૭) વહોરાવવા યોગ્ય આહાર જ હાથમાં હોય અને તેવા હાથે જ લે. (૧૮) પોતાનો પરિચય આપ્યા વગર લે અથવા અજ્ઞાત કુળથી લે. (૧૯) મૌન રહીને અથવા મૌન દાતાથી આહાર લે. (૨૦) દેખાતો આહાર લે અથવા પ્રથમ જે દાતા દેખાય તેના હાથે લે. (૨૧) ન જોયેલો આહાર લે અથવા ન જોયેલા દાતા (પહેલા ન હોય પણ પછીથી આવેલા) ના હાથે લે. (૨૨) હે સાધુ આપને શું આપું? તેમ પૂછે તો આહાર લે. (૨૩) વગર કોઈ પક્ષે આહાર દે તો લે. (૨૪) તિરસ્કાર કરીને અવહેલના કરીને થોડો આહાર આપે તે આહાર લે. (૨૫) સાવ સાદો આહાર લે. (૨૬) રાતવાસી, ઠંડો આહાર લે. (૨૭) ભોજન કરવા બેઠેલાની પાસે પડેલા આહારમાંથી જ લે. (૨૮) પ્રમાણસહિત, ગણીને આહાર લે. (૨૯) શુદ્ધ – મસાલા આદિથી રહિત અથવા શંકાદિ દોષથી રહિત આહાર લે. (૩૦) ધાર તૂટયા વિના એકવારમાં જેટલો આહાર કે પાણી પાત્રામાં પડે તેટલું જ લે. * ૪. રસપરિત્યાગ ૫ * તેના ૯ પ્રકાર છે. (૧) વિગય (દૂધ, દહીં, ઘી, ગોળ, સાકર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670