________________
-
-
૬િ૧૧
બાર પ્રકારનાં તપ વાસણમાંથી ગૃહસ્થ એકાદ ચમચો કાઢેલું હોય અને શેષ બાકી હોય તો લેવું. (૯) પીરસવામાં આવતો આહાર લેવો. (૧૦) કોઈ આહાર ઠંડો કરીને વળી પાછો વાસણમાં નાખતા હોય તે લે. (૧૧) કોઈ ગૃહસ્થીએ કોઈની માટે લાવેલો આહાર લે. (૧૨) એક સ્થાનથી બીજા સ્થાન પર રાખેલ આહાર લે. (૧૩) પ્રશંસા અથવા નિંદા કરેલો આહાર લે. (જેમ કે પાણી ઠંડું છે પણ ખારું છે.) (૧૪) કોઈને મોકલવા માટે અલગ રાખેલો હોય તે લે. (૧૫) અચેત શાક આદિથી હાથ ખરડાયેલાં હોય તો લે. (૧૬) અચેત શાક આદિથી હાથ ખરડાયેલાં ન હોય તો લે. (૧૭) વહોરાવવા યોગ્ય આહાર જ હાથમાં હોય અને તેવા હાથે જ લે. (૧૮) પોતાનો પરિચય આપ્યા વગર લે અથવા અજ્ઞાત કુળથી લે. (૧૯) મૌન રહીને અથવા મૌન દાતાથી આહાર લે. (૨૦) દેખાતો આહાર લે અથવા પ્રથમ જે દાતા દેખાય તેના હાથે લે. (૨૧) ન જોયેલો આહાર લે અથવા ન જોયેલા દાતા (પહેલા ન હોય પણ પછીથી આવેલા) ના હાથે લે. (૨૨) હે સાધુ આપને શું આપું? તેમ પૂછે તો આહાર લે. (૨૩) વગર કોઈ પક્ષે આહાર દે તો લે. (૨૪) તિરસ્કાર કરીને અવહેલના કરીને થોડો આહાર આપે તે આહાર લે. (૨૫) સાવ સાદો આહાર લે. (૨૬) રાતવાસી, ઠંડો આહાર લે. (૨૭) ભોજન કરવા બેઠેલાની પાસે પડેલા આહારમાંથી જ લે. (૨૮) પ્રમાણસહિત, ગણીને આહાર લે. (૨૯) શુદ્ધ – મસાલા આદિથી રહિત અથવા શંકાદિ દોષથી રહિત આહાર લે. (૩૦) ધાર તૂટયા વિના એકવારમાં જેટલો આહાર કે પાણી પાત્રામાં પડે તેટલું જ લે.
* ૪. રસપરિત્યાગ ૫ * તેના ૯ પ્રકાર છે. (૧) વિગય (દૂધ, દહીં, ઘી, ગોળ, સાકર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org