________________
૧૨)શિ . શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ તેલ આદિ) રહિત આહાર લે. (૨) પ્રણીત રસ (રસ ઝરતાં) આહારનો ત્યાગ કરે. (૩) આયંબિલ કરે (૪) ઓસામણ અને તેમાં પડેલા ભાત લે. (૫) વઘાર વિનાનો નીરસ આહાર લે. (૬) જે રસહીન, જુનો થઈ ગયો હોય તેવો આહાર કરે. (૭) હલકા પ્રકારના ચણા, વાલ આદિનો આહાર કરે. (૮) ભોજન કર્યા બાદ વધેલો હોય તે આહાર લે. (૯) રુક્ષ કે જીભને અપ્રિય લાગે તેવો આહાર કરે.
૫. કાય કલશ તપ તેના ૧૩ પ્રકાર છે. (૧) એક જ રીતે, એક આસને ઊભા રહેવું. (૨) એક જ આસને બેસવું. (૩) ઉકડું આસને બેસવું. (૪) પ્રતિમા અંગીકાર કરીને વિચારવું. (૫) વીરાસને બેસવું (જમીન પર પગ રાખીને, સિંહાસન પર બેઠેલા વ્યક્તિની જેમ બેસવું.) (૬) પીઠ ટેકવીને અથવા પલાંઠી વાળીને બેસવું. (૭) લાકડીની જેમ લાંબા થઈ સૂઈને સ્થિર રહેવું. (૮) આડી લાકડીની જેમ સૂવું. (પગ અને માથું જમીન પર અને બાકીનું શરીર જમીનથી અદ્ધર રાખવું) (૯) ઠંડીમાં અને ગરમીમાં આતાપના લે. (૧૦) શરીરને કપડાં આદિથી ન ઢાંકે. (૧૧) શરીરને ખંજવાળ નહિ. (૧૨) ઘૂંકવું નહિ. (૧૩) શરીરના કોઈ પણ અંગની વિભૂષા ન કરવી.
૬. પ્રતિસંલીનતા તપ આ તપના ૧૩ ભેદ છે. ૧–૫) ઈન્દ્રિય પ્રતિસલીનતા - તેના પાંચ ભેદ છે. તે પાંચ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાં જતી રોકવી, પ્રાપ્ત વિષયમાં વિકાર (રાગ, દ્વેષ) ન કરવો. ૬-૯) કષાય પ્રતિસલીનતા તેના ચાર ભેદ છે. તે ક્રોધ, માન, માયા, લોભના ઉદયને નિષ્ફળ કરવો અને ક્ષમા, વિનીતતા, સરળતા, સંતોષ ધરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org