________________
બાર પ્રકારનાં તપ
0૧૩) ૧૦-૧૨) યોગ પ્રતિસંલીનતા તેના ત્રણ ભેદ છે. મન, વચન અને કાયાના યોગોને ઉન્માર્ગમાંથી રોકી સન્માર્ગે પ્રવર્તાવવા. ૧૩) વિવિક્ત શવ્યાસન સેવન પ્રતિસંલીનતા- સ્ત્રી, પશુ, નપુંશક રહિત ઉદ્યાન, ચૈત્ય, દેવાલય, દુકાન, વખાર, સ્મશાન, ઉપાશ્રય આદિ સ્થાને રહીને પાટ, પાટલા, બાજોઠ, પાટીયાં, બિછાનાં, વસ્ત્ર - પાત્રાદિ પ્રાસુક, નિર્જીવ, એષણીય અંગીકાર કરી વિચરે. આમ ૧૩ ભેદ પ્રતિસંલીનતા તપના થાય.
બાહ્ય તપના કુલ ૨૦ + ૧૫ + ૩૦ + ૯ + ૧૩ + ૧૩ = ૧૦૦ ભેદ થાય છે..
) આત્યંતર તપનો વિસ્તાર
૧. પ્રાયશ્ચિત તપ વ્રત પાલનમાં થયેલા અતિચાર અથવા દોષોની વિશુદ્ધિ પ્રાયશ્ચિતથી થાય છે. તે તપના ૧૦ ભેદ છે. ૧. ગુરુ આદિ સન્મુખ પાપની આલોચના કરે. ૨. પાપ અથવા અશુભયોગથી પાછા ફરી ''મિચ્છામિ દુક્કડ" કહી પ્રતિક્રમણ કરે. ૩. આલોચના અને પ્રતિક્રમણ બંને કરે. ૪. જ્ઞાનપૂર્વક દોષિત વસ્તુનો ત્યાગ કરે. ૫. દશ, વીસ, ત્રીસ, ચાલીસ લોગસ્સનો કાઉસ્સગ કરે. ૬. એકાશન, આયંબીલ થાવત્ છમાસી તપ કરે. ૭. પાંચ દિવસથી લઈને છમાસ સુધીની દીક્ષા ઘટાડે. ૮. નવી દીક્ષા આપી સૌથી નાનો બનાવે. ૯. પ્રાયશ્ચિતમાં આપેલ વિશિષ્ટ તપ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી સાધુ સમુદાયની બહાર રાખે તથા નવી દીક્ષા ન આપે. ૧૦. સાધુ વેશ ઊતરાવી ગૃહસ્થ વેશે છમાસ સુધી સાથે ફેરવી ફરી નવી દીક્ષા દેવી. (વજઋષભનારાચ સંઘયણ અને ચૌદ પૂર્વના ધારકને જ. ૯ અને ૧૦ મું પ્રાયશ્ચિત અપાય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org