Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 629
________________ ૬૧૦ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ખ. ભક્તપાન ઉણોદરી :- તેના ૬ પ્રકાર છે. ૩૨ કવલે પુરો આહાર સમજવો. તેમાં (૧) પોણી ઉણોદરીવાળા ૮ કવલ (કોળિયા) આહા૨ ક૨, (૨) અર્ધ ઉણોદરીથી કાંઈક વધુવાળા ૧૨ કવલ આહાર કરે, (૩) અર્ધ ઉણોદરીવાળા ૧૬ કવલ આહાર ક૨, (૪) અર્ધ ઉણોદરીથી કાંઈક ઓછીવાળા ૨૦ કવલ આહાર કરે, (૫) પા ઉણોદ૨ી તે ૨૪ કવલ આહા૨ ક૨, (૬) ફક્ત એક કવલની ઉણોદરી ક૨ે તે ૩૧ કવલ લે. આમ જેટલો ઓછો આહાર લે તેટલી ઉણોદરી. ઉણોદરીથી ૨સેન્દ્રિય જીતાય, કામ જીતાય, નિરોગી થવાય. ૨. ભાવ ઉણોદ૨ી :– અલ્પ ક્રોધ, અલ્પ માન, અલ્પ માયા, અલ્પ લોભ, અલ્પ શબ્દ (કલહ), અલ્પ ઝંઝટ (કોપયુક્ત વચન) એ ૬ પ્રકારે ભાવ ઉણોદ૨ી થાય. [ આ રીતે ઉણોદરી તપના ૩ + ૬ + ૬ = ૧૫ ભેદ થાય] ૩. વૃત્તિસંક્ષેપ (ભિક્ષાચર્યા) તપ વૃત્તિસંક્ષેપના ૩૦ ભેદ છે. તે અનેક પ્રકારના અભિગ્રહ (પ્રતિજ્ઞા) ધારણ કરે. (૧) જેમ દ્રવ્યથી અમુક વસ્તુ જ લેવી અમુક ન લેવી. (૨) ક્ષેત્રથી અમુક ઘ૨માં જ લેવું અમુક ન લેવું. (૩) કાળ થી અમુક કલાકે, દિવસે કે મહિને લેવાનો અભિગ્રહ. (૪) ભાવથી અમુક રંગના વસ્ત્રવાળા દે તો ભિક્ષા લેવી કલ્પે એવા અનેક પ્રકારના અભિગ્રહ કરે. (૫) ભોજન પકવેલા વાસણમાંથી ગૃહસ્થે કાઢેલું હોય તો લે. (૬) ભોજન પકવેલા વાસણમાંથી ગૃહસ્થે કાઢેલું ન હોય તો લે. (૭) ભોજન પકવેલા વાસણમાંથી ગૃહસ્થે તે જ જગ્યાએ અથવા બીજી જગ્યાએ રાખેલો આહાર લે અથવા ભોજન પકવેલા વાસણમાંથી ગૃહસ્થે કાઢેલું હોય તો અથવા ન કાઢયું હોય તો લે. (૮) ―― Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670