Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ વાદળાં આદિ જાણવું તે. (૪) આવયવેણ - જેમ દંતશૂળથી હાથી, ચુડીઓથી સ્ત્રી, શાસન રૂચિથી સમકિતી જણાય. (૫) દિઢિસામન્નસામાન્યથી વિશેષને જાણે. જેમ ૧ રૂપિયાને જોઈ ઘણાને જાણે. ૧ માણસને જોવાથી આખા દેશના માણસોને જાણે. ભલા, બૂરા ચિહ્ન જોઈને ત્રણે કાળના જ્ઞાનની કલ્પના અનુમાનથી થઈ શકે છે.
૪. ઉપમા પ્રમાણ : ઉપમા આપવી, સરખામણીથી જ્ઞાન કરવું. તેના ૪ ભેદ (૧) યથાર્થ (સત) વસ્તુને યથાર્થ ઉપમા, (૨) યથાર્થ વસ્તુને અયથાર્થ (અસત) ઉપમા, (૩) અયથાર્થ વસ્તુને યથાર્થ ઉપમા, (૪) અયથાર્થ વસ્તુને અયથાર્થ ઉપમા.
૧૦. સામાન્ય વિશેષ : સામાન્યથી વિશેષ બળવાન છે. સમુદાયરૂપ જાણવું તે સામાન્ય વિવિધ ભેદાનભેદથી જાણવું તે વિશેષ.
જેમ દ્રવ્ય સામાન્ય, જીવ, અજીવ એ વિશેષ. જીવ દ્રવ્ય સામાન્ય, સંસારી, સિદ્ધ વિશેષ ઇત્યાદિ.
૧૧. ગુણ ગુણી પદાર્થમાં ખાસ વસ્તુ (સ્વભાવ) છે તે ગુણ છે. અને એ ગુણ જેમાં છે તે વસ્તુ (ગુણધારક)ને ગુણી કહે છે. જેમ જ્ઞાન તે ગુણ અને જીવ ગુણી. સુગંધ ગુણ, પુષ્પ ગુણી, ગુણ અને ગુણી અભેદ (અભિન્ન) રૂપે રહે છે.
૧૨. શેય – શાન – શાની : જાણવા યોગ્ય (જ્ઞાનના વિષયભૂત) સર્વ દ્રવ્યો જોય છે, દ્રવ્યોનું જાણપણું તે જ્ઞાન છે અને પદાર્થોને જાણનાર તે જ્ઞાની છે. જેમ ધ્યેય, ધ્યાન, ધ્યાની વગેરે.
૧૩. ઉપસે વા, વિગમે વા, ધુવા : ઉપજવું, નાશ થવું અને નિશ્ચય રૂપે રહેવું. જેમ જન્મવું, મરવું અને જીવપણે કાયમ (અમર)
રહેવું.
૧૪. આધેય – આધાર : ધારી રાખે તે આધાર. તેને આધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org