Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
|
0ષ૮૩)
ભાષા પદ માયાથી, ૪ લોભથી, ૫. રાગથી, ૬. કંપથી, ૭. હાસ્યથી, ૮. ભયથી (એ કારણોથી ભાષા આત્મજ્ઞાન ભૂલીને) બોલાયેલ હોવાથી સત્ય છતાં અસત્ય છે. ૯. પરંપરિતાપવાળી, ૧૦. પ્રાણાતિપાત (હિંસક) ભાષા. એ ૧૦ પ્રકારની ભાષા અસત્ય છે.
મિશ્ર ભાષા ૧૦ પ્રકાર : આ નગરમાં આટલા માણસનો જન્મ થયો, આટલા મૃત્યુ પામ્યા, આજે આટલા જન્મ-મરણ થયા, આ બધા જીવ છે, આ બધા અજીવ છે, આમાં અડધા જીવ છે, અડધા અજીવ છે, આ વનસ્પતિ બધી અનંતકાય છે, આ બધી પરિતકાય છે. પોરસી દિન આવી ગયો, આટલાં વર્ષ થઈ ગયાં, એટલે કે જે વાતનો નિશ્ચય ન હોય (ભલે કાર્ય થઈ ગયું હોય, ત્યાં સુધી મિશ્ર ભાષા.
વ્યવહાર ભાષાના ૧૨ પ્રકાર : (૧) સંબોધિત ભાષા (હે વીર, હે દેવ ઇશ્વર.), (૨) આજ્ઞા દેવી, (૩) યાચના કરવી, (૪) પ્રહ્માદિ પૂછવા, (૫) વસ્તુ – તત્ત્વ પ્રરૂપણા કરવી, (૬) પ્રત્યાખ્યાન આદિ કરવા, (૭) આગલાની ઇચ્છાનુસાર બોલવું જહાસુ, (૮) ઉપયોગ શૂન્ય બોલવું, (૯) ઇરાદાપૂર્વક વ્યવહાર કરવો, (૧૦) શંકાયુક્ત બોલવું, (૧૧) અસ્પષ્ટ બોલવું, (૧૨) સ્પષ્ટતાથી બોલવું. જે ભાષામાં અસત્ય ન હોય અને સંપૂર્ણ યા નિશ્ચય સત્ય ન હોય તે વ્યવહાર ભાષા જાણવી. (૨૧) અલ્પબદુત્વ : સૌથી થોડા સત્ય ભાષક, તેથી મિશ્ર ભાપક અસંખ્યાતગણા, તેથી અસત્ય ભાષક અસંખ્યાતગણા, તેથી વ્યવહાર ભાપક અસંખ્યાતગણા, તેથી અભાપક (સિદ્ધ તથા એકેન્દ્રિય) અનંત ગણા.
ઇતિ ભાષાપદ સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org