Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
પ્રમાણ – નય
પિ૭૧) કાન, પેટ, પગ, પૂંછડું અને કુંભ સ્થળ પકડીને કહેવા લાગ્યા કે હાથી સાંબેલા જેવો, ગણેશ જેવો, સૂપડા જેવો, કાઠી જેવો, થાંભલા જેવો, ચામર જેવો, કે ઘડા જેવો છે. ત્યારે સમદૃષ્ટા તો બધાને એકાંતવાદી સમજી મિથ્યા માનશે, પણ બધા નયો મેળવવાથી સત્ય સ્વરૂપ થાય છે અને તે જ સમદૃષ્ટિ કહેવાય.
૨. નિક્ષેપ દ્વાર : તે ચાર છે. એકેક વસ્તુના જેમ અનંત નય હોઈ શકે તેમ નિક્ષેપ પણ અનંત હોઈ શકે. પણ અહીં મુખ્ય ચાર નિપા વર્ણવ્યા છે. નિક્ષેપો – સામાન્ય રૂપ પ્રત્યક્ષ જ્ઞાન છે. વસ્તુ તત્ત્વગ્રહણમાં અતિ આવશ્યક છે. તેના ચાર ભેદ.
(૧) નામ નિક્ષેપ – જીવ કે અજીવનું અર્થશૂન્ય, યથાર્થ કે અયથાર્થ નામ રાખવું તે.
(૨) સ્થાપના નિક્ષેપ- જીવ કે અજીવની સદશ (સદભાવ) કે અસદશ (અસદભાવ) સ્થાપના (આકૃતિ કે ઓડું) કરવી તે સ્થાપના નિક્ષેપ.
(૩) દ્રવ્ય નિક્ષેપ – ભૂત અને ભવિષ્યની દશાને વર્તમાનમાં ભાવશૂન્ય હોવા છતાં કહેવી, માનવી. જેમ યુવરાજને કે પદભ્રષ્ટ રાજાને રાજા માનવો. કોઈના કલેવર (મડદાં) ને એના નામે જાણવું.
(૪) ભાવ નિક્ષેપ – સંપૂર્ણ ગુણ યુક્ત વસ્તુને જ વસ્તુરૂપે માનવી.
દૃષ્ટાંત – મહાવીર નામ તે નામ નિક્ષેપ. તે ગમે તેનું નામ રાખ્યું હોય, મહાવીર લખ્યું હોય, ચિત્ર કર્યું હોય, મૂર્તિ હોય કે કોઈ ચીજ મૂકીને એને મહાવીર તરીકે કહીએ તે મહાવીરની સ્થાપના * નિક્ષેપ – વસ્તુની સવગણ વ્યાખ્યા કરવા માટે વસ્તુને નામાદિક ભેદોથી વ્યાખ્યાયિત કરવું તે નિક્ષેપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org