Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
જિકJાકર
શ્રી બૃહદ જૈને થોક સંગ્રહ નય ૭ છે. ૧. નૈગમનય, ૨. સંગ્રહનય, ૩. વ્યવહારનય, ૪. ઋજુસૂત્રનય, ૫. શબ્દનય, ૬. સમભિરૂઢનય, ૭. એવંભૂત નય. એ સાતે નયવાળાની માન્યતા કેવી છે ? એ જાણવા માટે જીવ દ્રવ્ય પર સાત નય ઉતારે છે. ૧) નૈગમ નયવાળો જીવ, નામના બધાંને ગ્રહણ કરે છે. ૨) સંગ્રહ નયવાળો જીવ કહેવાથી જીવનમાં અસંખ્ય પ્રદેશો ગ્રહણ કરે. ૩) વ્યવહાર નયવાળો-જીવ કહેવાથી ત્રસ સ્થાવર જીવોને ગ્રહણ કરે. ૪) જુત્ર નયવાળો જીવ કહેવાથી સુખદુઃખ ભોગવતાં જીવને
ગ્રહણ કરે છે. ૫) શબ્દ નયવાળો જીવ કહેવાથી જીવના ભાવપ્રાણોને ગ્રહણ કરે. ૬) સમભિરૂઢ નયવાળાજીવ કહેવાથી કેવળજ્ઞાનીને (લાયક
સમકિતી) ગ્રહણ કરે છે. ૭) એવંભૂત નયવાળો જીવ કહેવાથી સિદ્ધ અવસ્થાને (લાયક સમકિતી) ગ્રહણ કરે છે.
એ રીતે સાતેય નય બધા દ્રવ્યો પર ઉતારી શકાય.
૧૧. નિપા દ્વાર : નિક્ષેપ ચાર છે. ૧. નામ-દ્રવ્યના નામ માત્રને "નામ નિક્ષેપ" કહે છે. ૨. સ્થાપના –- દ્રવ્યની સદશ કે* અસદશ સ્થાપના (આકૃતિ) ને "સ્થાપના નિક્ષેપ" કહે છે. ૩. દ્રવ્ય - દ્રવ્યની ભૂત કે ભવિષ્ય પર્યાયને વર્તમાનમાં કહેવી તે "દ્રવ્ય નિક્ષેપ" છે. ૪. ભાવ - દ્રવ્યની મૂળ ગુણયુક્ત દશા તે "ભાવ નિક્ષેપ" છે.
પદ્રવ્ય પર એ ચારેય નિક્ષેપ ઉતારીને પણ બોધ કરી શકાય.
૧૨. ગુણ દ્વાર : પ્રત્યેક દ્રવ્યમાં ચાર ચાર ગુણો છે. ધર્માસ્તિકાયમાં અરૂપી, અચેતન, અક્રિય અને ચલનસહાય એ જ ગુણ અધર્માસ્તિકાયમાં " " " અને સ્થિર સહાય એ ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org