Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
વૈમાનિક દેવ અને ૪૫,૩૩૦ મો. બહારના મંડળનું અંતર છે. ચંદ્ર ચંદ્રના મંડળને
૩૦૬૧ યો. નું અને સૂર્ય સૂર્યના મંડળને ર યો. નું અંતર છે. નિર્ભાધાત અપેક્ષા જ. ૫૦૦ ધનુષ્યનું અને ઉ. ૨ ગાઉનું અંતર છે.
૧૫. સંખ્યા દ્વાર : જંબુદ્વીપમાં ૨ ચંદ્ર, ર સૂર્ય છે. લવણ સમુદ્રમાં ૪ ચંદ્ર, ૪ સૂર્ય છે. ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર, ૧૨ સૂર્ય છે. કાળોદધિ સમુદ્રમાં ૪ર ચંદ્ર, ૪૨ સૂર્ય છે. પુષ્કરાઈ દ્વીપમાં ૭૨ ચંદ્ર, ૭ર સૂર્ય છે. એમ મનુષ્યના ક્ષેત્રમાં ૧૩૨ ચંદ્ર, ૧૩૨ સૂર્ય છે. આગળ પણ એ જ હિસાબે એટલે પહેલા દ્વીપ કે સમુદ્રમાં જેટલા ચંદ્ર કે સૂર્ય હોય તેને ત્રણે ગુણીને પાછલી સંખ્યા ઉમેરવી.
દૃષ્ટાંત – કાળોદધિ સમુદ્રના ચંદ્ર, સૂર્ય જાણવા માટે તેથી પહેલા ધાતકી ખંડમાં ૧૨ ચંદ્ર, ૧૨ સૂર્ય છે તેને ૧૨૪૩ = ૩૬માં પાછલી સંખ્યા (લવણ સમુદ્રના ૪ અને જંબુદ્વીપના ૨ એમ ૪+૨ = ૬) ઉમરતાં ૪ર થાય.
૧૬. પરિવાર દ્વાર : એકેક ચંદ્ર અને એકેક સૂર્યને ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬૬,૯૭૫ ક્રોડાક્રોડી તારાનો પરિવાર છે.
૧૭. ઈન્દ્ર દ્વારા અસંખ્ય ચંદ્ર સૂર્ય છે. તે બધા ઇન્દ્રો છે. પરંતુ ક્ષેત્ર અપેક્ષા ૧ ચંદ્ર ઇન્દ્ર અને ૧ સૂર્ય ઇન્દ્ર છે.
૧૮. સામાનિક દ્વાર : એકેક ઇન્દ્રને ૪-૪ હજાર સામાનિક દેવો છે.
૧૯. આત્મરક્ષક દ્વાર : એકેક ઇન્દ્રને ૧૬–૧૬ હજાર આત્મરક્ષક દેવો છે.
૨૦. પરિષદા દ્વાર : પરિષદા ત્રણ છે. આત્યંતર સભામાં (CC) દેવ, મધ્યમ સભામાં ૧૦ હજાર દેવ અને બાહ્ય સભામાં ૧૨ હજાર દવા છે. દેવીઓ ત્રણે સભાની ૧૦૦, ૧૦, ૧૦૦ છે. એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org