Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
સાધુ સમાચારી ૬૯. સાધુ સમાચારી તથા સાધુઓના Sી દિનકૃત્ય અને રાત્રિકૃત્ય :
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૬ ના આધારે સમાચારી ૧૦ પકારની છે. (૧) આવસિય, (૨) નિસિહિય, (૩) આપુચ્છણા, (૪) પરિપુચ્છણા, (૫) છંદણા, (૬) ઇચ્છાકાર, (૭) મિચ્છાકાર, (૮) તહક્કાર, (૯) અભુટ્ટણા, (૧૦) ઉપસંપયા.
સમાચારી અને તેની સમજણ. (૧) આવસિય - સાધુ આવશ્યક, જરૂરી (આહાર, નિહાર, વિહાર) કારણે ઉપાશ્રય (મકાન)થી બહાર જાય ત્યારે 'આવસિય' શબ્દ બોલીને બહાર નીકળે.
(૨) નિસિદિય – કાર્ય પૂરું કરી, નિવર્તિ ને પાછા ઉપાશ્રય, સ્વસ્થાનમાં આવે ત્યારે 'નિસિહિ' શબ્દ બોલતાં આવે.
(૩) આપુચ્છણા – ગોચરી, પડિલેહણ આદિ પોતાના સર્વ કાર્ય ગુરૂની આજ્ઞા લઈને કરે.
(૪) પડિપુચ્છણા- અન્ય સાધુઓનાં દરેક કાર્ય ગુરુની આજ્ઞા લઈને કરે.
(૫) છંદણા – આહાર પાણી ગુરુની આજ્ઞા મુજબ વહેંચી આપે અને પોતાના ભાગે આવેલ આહાર પણ મોટાને આમંત્રીને પછી ખાય.
(૬) ઇચ્છાકાર – (પાત્રલેપાદિ) દરેક કાર્યમાં ગુરુની ઇચ્છા પૂછીને કરે.
-34 Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org