Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
ચા૨ ધ્યાન
કિ૭૭) સમજી અને પુદ્ગલને પર-પદાર્થ જાણીને તેનો ત્યાગ કરવો. ૩. અવ્યય – દેવાદિના ઉપસર્ગથી ચલિત ન થવું. ૪. અસંમોહ– સૂક્ષ્મ ભાવ (ધર્મની ઝીણવટ) સાંભળીને ગ્લાનિ ન લાવવી.
શુક્લધ્યાનનાં ચાર અવલંબન – ૧. ક્ષમા, ૨. નિર્લોભતા, ૩. નિષ્કપટતા, ૪. મદ રહિતતા.
શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષા-૧. અપાયાનુપ્રેક્ષા – આત્મા દ્વારા કરાયેલ રાગ દ્વેષરૂપી કર્મોને કારણે આ જીવે અનંતવાર સંસારભ્રમણ કર્યું છે એમ વિચારવું. ૨. અશુભાનુપ્રેક્ષા – સંસાર, દેહ અને ભોગોની અશુભતાનો વિચાર કરવો. ૩. અનંતવૃત્તિતાનુપ્રેક્ષા – અનંત સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ શુભાશુભ કર્મ છે એમ વિચારવું. ૪. વિપરિણામોનુપેક્ષા – વસ્તુઓના વિવિધ પરિણામોનો વિચાર કરવો. શુભ પુદ્ગલ અશુભરૂપે અને અશુભ પુદ્ગલ શુભરૂપે પરિણમે છે તેમ વિચારવું. આવા વિચારોમાં તન્મય (એકરૂપ) થઈ જવાય તે શુક્લધ્યાન.
આ ચારે ધ્યાન જોય એટલે કે જાણવા યોગ્ય છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં આયુષ્યનો બંધ પડે તો જીવ તિર્યંચ અથવા નરક ગતિમાં જઈ શકે છે. કર્મબંધનાં કારણ હોવાથી તે બન્ને હેય છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન જીવને મહાન કર્મનિર્જરા કરાવી સુગતિમાં લઈ જઈ પરંપરાએ મોક્ષ અપાવે છે. આ બંન્ને ધ્યાન ઉપાદેય છે.
ઇતિ ચાર ધ્યાન.
જ થa a દ da ER ઇ ઈ ઉ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org