Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
પરીણિી શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ 'ઉત્પાત' છે. તે મુનિઓ સ્વયં લગાડે છે.
હવે ૧૦દોષ સાધુ અને ગૃહસ્થ બન્નેના પ્રયોગે લાગે તે કહે છે. (૩૩) સંકિએ = જેમાં સાધુ કે ગૃહસ્થને શુદ્ધતા (નિર્દોષતા) ની શંકા
હોય તે. (૩૪) મંખિએ = વહોરાવનારના હાથની રેખા કે વાળ સચિત્તથી
ભીંજાયેલ હોય તો. (૩૫) નિખિતે = સચિત્ત વસ્તુ પર અચિત્ત આહાર મૂકેલો હોય તે. (૩૬) પહિયે = અચિત્ત વસ્તુ સચિત્ત વસ્તુથી ઢાંકેલ હોય તે. (૩૭) મિસીયે = સચિત્ત – અચિત્ત વસ્તુ ભેગી હોય તે. (૩૮) અપરિણીયે = પૂરો અચિત્ત આહાર ન થયો હોય તે. (૩૯) સતારિયે = એક વાસણથી બીજા (ન વાપરવાના) વાસણમાં
લઈને દે તે. (૪૦) દાયગો = અંગોપાંગથી હીન હોય એવા ગૃહસ્થથી લે કે જેથી
તેને હરતાંફરતાં દુ:ખ થતું હોય. (૪૧) લીર = તરતનું લીપેલ આંગણું હોય ત્યાંથી લે તે. (૪૨) ઇંડિયે = વહોરાવતાં વસ્તુ નીચે પડતી, ટપકતી હોય તો.
આવશ્યક સૂત્રમાં બતાવેલા પાંચ દોષ (શ્રમણ સૂત્ર) (૧) ગૃહસ્થોના દરવાજા, કમાડ ઉઘડાવીને લે તે. (૨) ગાય, કૂતરા આદિ માટે ઉતારેલ રોટલી પ્રમુખ લે તો. (૩) દેવ, દેવીના નૈવેદ્ય, બલિદાન માટે બનેલી ચીજ લે તે. (૪) વિના દેખી ચીજ – વસ્તુ લે તે. (૫) પહેલાં નિરસ આહાર પૂરતો આવ્યો હોય, ફરીથી સરસ
આહાર માટે નિમંત્રણ થાય ત્યારે રસલોલુપતાથી સરસ આહાર લઈ લે તો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org