Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
સમુદ્રઘાત પદ
સમુચ્ચય જીવોમાં ૭ સમુ, નારકીમાં ૪ સમુ. પ્રથમની, દેવતાના ૧૩ દંડકમાં પ સમુ. પ્રથમની, વાયુમાં ૪ સમુ. પ્રથમની, ૪ સ્થાવર, ૩ વિકલ. માં ૩ સમુ. પ્રથમની, તિર્યંચ પંચે. માં સમુ. ૫ પ્રથમની, મનુષ્યમાં ૭ સમુ. લાભે.
(૨) કાળ દ્વાર : છ સમુ. નો કાળ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત સુધીનો અને કેવળી સમુ. નો કાળ ૮ સમયનો છે.
(૩) ૨૪ દંડક એકેક જીવની અપેક્ષા : વેદનીય, કષાય, મારણાંતિક, વૈક્રિય અને તૈજસ સમુ. ર૪ દંડકના એક એક જીવે ભૂતકાળમાં અનંતી કરી અને ભવિષ્યમાં કોઈ કરશે, કોઈ નહિ કરે, કરે તો ૧-૨-૩ જાવ સંખ્યાત, અસંખ્યાત, અનંત કરે.
૩. મારણાંતિક સમુ. – મૃત્યુના અંતર્મુહૂર્ત પહેલા ઉત્પત્તિના સ્થાન સુધી આત્મપ્રદેશોને ફેલાવવા તે. ૪. વૈક્રિય સમુ. – વૈક્રિયરૂપનું નિર્માણ કરવાના હેતુથી વૈક્રિય વર્ગણાના પુગલોને ગ્રહણ કરવા માટે આત્મપ્રદેશોને દિશા અથવા વિદિશામાં સંખ્યાત યોજન સુધી ફેલાવવા તે. ૫. તૈજસ સમુ.– શીત અથવા ઉષ્ણ તેજલેશ્યાનો ઉપયોગ કરવાના હેતુથી આત્મપ્રદેશોને દિશા અથવા વિદિશામાં સંખ્યાત યોજન સુધી ફેલાવવા તે. ૬. આહારક સમુ. – આહારકનું પૂતળું બનાવવા આત્મપ્રદેશને દિશા અથવા વિદિશામાં સંખ્યાત યોજન સુધી ફેલાવવા તે. ૭. કેવળ સમુ. – આયુષ્ય સિવાયના ૩ અઘાતી કર્મોને ખપાવવા માટે ૪ સમયમાં આત્મ પ્રદેશોને સમગ્ર લોકમાં ફેલાવવા તથા ૪ સમયમાં તેને સંકોચી લેવા તે. કેવળ સમુ. ના અંતર્મુહૂર્ત બાદ અવશ્ય મોક્ષ થઈ જાય છે. જેમનું આયુષ્ય ૬ મહિના અથવા તેથી ઓછું બાકી હોય અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તો તેવા કેવળીમાંથી જેમનું આયુષ્ય ઓછું , અને વેદનીય આદિ કર્મની સ્થિતિ વધારે હોય તેને સમ કરવા માટે કેવળ સાત કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org