Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
પુદ્ગલ પરાવર્ત
૩૧૭
૫. કાળથી બાદર પુદ્ગલ પરાવર્ત્ત : તે એક કાળચક્ર (જેમાં ઉત્સર્પિણીને અવસર્પિણી સમાય) તેના જે જે સમય છે તે તે બધા સમયને મૃત્યુ દ્વા૨ા એકવાર સ્પર્શવામાં જેટલો કાળ થાય તે કાળને કાળથી બાદર પુદ્ગલ ૫૨ાવર્ત્ત કહે છે.
૬. કાળથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્ત્ત : એટલે કે ઉત્સર્પિણીનો પ્રથમ સમય હોય ત્યારે મૃત્યુ થાય પછી ગમે ત્યારે ઉત્સર્પિણીનો બીજો સમય હોય ત્યારે મૃત્યુ થાય પછી ગમે ત્યારે ઉત્સર્પિણીનો ત્રીજો સમય હોય ત્યારે મૃત્યુ થાય. આવી રીતે ઉત્સર્પિણીના બધા સમય તથા અવસર્પિણીના બધા સમય અનુક્રમથી મૃત્યુ દ્વારા સ્પર્શતા જેટલો કાળ લાગે તેને કાળથી સૂક્ષ્મ પુદ્ગલ પ૨ાવર્ત્ત કહે છે.
:
૭. ભાવથી બાદર પુદ્ગલ પરાવર્ત્ત તે જીવનાં અનુભાગબંધ સ્થાન લોકાકાશના પ્રદેશની સંખ્યા જેટલાં છે. તે બધા અનુભાગબંધ સ્થાનોને ક્રમથી કે ક્રમ વિના મરણ કરીને પૂરાં કરે ત્યારે બાદર ભાવ પુદ્ગલ પ૨ાવર્ત્ત થાય.
૮. ભાવથી સૂક્ષ્મ પુદ્ગલ પ૨ાવર્ત્ત : ઉપ૨ોક્ત અનુભાગબંધ સ્થાનમાં સૌથી જઘન્ય અનુભાગબંધ સ્થાનમાં કોઈ જીવ મરે ત્યા૨ પછી બીજા સ્થાન પછી ત્રીજા સ્થાન એમ ક્રમની ગણતરી કરી (વચ્ચેના ગમે તેટલા મ૨ણને ગણતરીમાં લીધા વગર) બધાં સ્થાનોને સ્પર્શ કરી મરતાં જેટલો કાળ થાય તેને ભાવથી સૂક્ષ્મ પુદ્ગલ ૫૨ાવર્ત્ત કહેવાય. ઇતિ ગુણ દ્વાર ૩. ત્રિસંખ્યા દ્વાર : ૧. પુદ્ગલ પરાવર્ત્ત સર્વ જીવે કેટલા કર્યા ? ૨. એક વચને એક જીવે ૨૪ દંડકમાં કેટલા પુદ્ગલ પરાવર્ત્ત કર્યા ? ૩. બહુવચને સર્વ જીવે ૨૪ દંડકે કેટલા પુદ્ગલ પરાવર્ત કર્યા ? ૧. સર્વ જીવે ઔદારિક પુદ્ગલ પરાવર્ત્ત, વૈક્રિય પુદ્ગલ પરાવર્ત્ત,
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org