Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
વ્યવહાર સમકિતના ૬૭ બોલ શિક હપ ૩િ૯. વ્યવહાર સમકિતના છે. ૬૭ બોલ છે?
૬૭ બોલના ૧૨ દ્વાર કહે છે. ૧. સદ્દતણા ચાર, ૨. લિંગ ત્રણ, ૩. વિનય દશ, ૪. શુદ્ધતા ત્રણ, ૫. લક્ષણ પાંચ, ૬. ભૂષણ પાંચ, ૭. દૂષણ પાંચ, ૮. પ્રભાવના આઠ, ૯. આગાર છે, ૧૦. જયણા છે, ૧૧. સ્થાનક છે, ૧૨. ભાવના છે.
હવે તેનો વિસ્તાર કહે છે.
૧. સદ્દતણા ચાર : ૧) પરમત્ય સંથવો–પરમાર્થનો પરિચય કરવો, સર્વજ્ઞ કથિત તત્ત્વના ભાવોને જાણવા. ૨) પરમાર્થના જાણવાવાળા સર્વજ્ઞ ગીતાર્થની ઉપાસના કરવી. ૩) પોતાના મતના પાસસ્થા, ઉસન્ના અને કુલિંગી તથા શ્રદ્ધાભ્રષ્ટ આદિની સોબત ન કરે. ૪) પરતીર્થીનો અધિક પરિચય ન કરે. અધર્મી પાખંડીઓની પ્રશંસા ન કરે.
૨. લિંગ ત્રણ: ૧) જેમ યુવાન પુરુષ રંગરાગમાં રાચે તેમ ભવ્યાત્મા શ્રી જૈન શાસન પર રાચે. ૨) જેમ સુધાવાન પુરુષ ખીરખાંડનાં ભોજનને પ્રેમ સહિત આદર કરે તેમ વીતરાગની વાણીનો આદર કરે. ૩) જેમ વ્યવહારિક જ્ઞાન શીખવાની તીવ્ર ઈચ્છા હોય અને શીખવનાર મળી જાય તો શીખીને આ લોકમાં સુખી થાય. તેમ વીતરાગનાં કહેલાં સૂત્રોનું સૂક્ષ્માર્થ ન્યાયવાળું જ્ઞાન શીખીને પરમ સુખી થાય.
૧ જેનો આચાર શિથિલ છે. ૨ જે સંયમથી થાકી ગયેલ છે. ૩ જેનો વેષ જૈન સાધુથી વિપરીત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org