Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
આકાશ શ્રેણી
૪૩૩
૪૩. આકાશ શ્રેણી) િ
શ્રી ભગવતી સૂત્ર શતક ૨૫, ૩. ૩
જ્યાં જીવ અને પુદ્ગલોની ગતિ હોય છે, એ આકાશપ્રદેશોની પંક્તિને શ્રેણી કહે છે. સમુચ્ચય આકાશ પ્રદેશની દ્રવ્યાપેક્ષા શ્રેણી અનંતી છે. પૂર્વાદિ છ દિશાની અને અલોકાકાશની શ્રેણી અનંતી છે. દ્રવ્યાપેક્ષા લોકાકાશની તથા છયે દિશાની શ્રેણી અસંખ્યાતી છે. દ્રવ્યાપેક્ષા અલોકાકાશની તથા છયે દિશાની શ્રેણી અનંતી છે. પ્રદેશાપેક્ષા સમુચ્ચય આકાશ પ્રદેશની તથા છયે દિશાની શ્રેણી અનંતી છે. પ્રદેશાપેક્ષા લોકાકાશ આકાશ પ્રદેશની તથા યે દિશાની શ્રેણી અસં. છે. અલોકાકાશની શ્રેણી સ્યાત્ સંખ્યાતી, સ્થાત્ અસંખ્યાતી, સાત્ અનંતી છે. તેમ જ ઊંચી, નીચી, દિશામાં પણ ત્રણ પ્રકાર હોય છે. પૂર્વ આદિ ચાર દિશામાં શ્રેણી અનંતી છે.
સમુચ્ચય શ્રેણી તથા છયે દિશાની શ્રેણી અનાદિ અનંત છે. લોકાકાશની શ્રેણી તથા છયે દિશાની શ્રેણી સાદિસાંત છે. અલોકાકાશની શ્રેણી સ્યાત્ સાદિસાંત છે, સ્થાત્ સાદિ અનંત છે, સ્યાત્ અનાદિ સાંત છે, અને સ્યાત્ અનાદિ અનંત છે. (૧) સાદિ સાંત લોકના વ્યાઘાતમાં.
(૨) સાદિ અનંત લોકના અંતમાં અલોકની આદિ છે પણ અંત નથી. (૩) અનાદિ સાંત -- અલોક અનાદિ છે પણ લોક પાસે અંત છે. (૪) અનાદિ અનંત -- જ્યાં લોકનો વ્યાઘાત ન પડે ત્યાં.
ચાર દિશામાં સાદિસાંત સિવાયના ત્રણ ભાંગા. ઊંચી, નીચી દિશામાં ચાર ભાંગા.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org