Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ સ્કંધના પ્રદેશ અનંતગુણા, તેથી (૩) પરમાણુ પુદ્ગલના દ્રવ્ય અને પ્રદેશ અનંતગુણા, તેથી (૪) સંખ્યાત પ્રદેશી સ્કંધના દ્રવ્ય સંખ્યાતગુણા, તેથી (૫) સંખ્યાત પ્રદેશ સ્કંધના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી (૬) અસંખ્યાત પ્રદેશ સ્કંધના દ્રવ્ય અસંખ્યાતગુણા, તેથી (૭) અસંખ્યાત પ્રદેશી સ્કંધના પ્રદેશ અસંખ્યાતગુણા.
ક્ષેત્ર અપેક્ષાએ એક આકાશ પ્રદેશ એવગાહ્યા, સંખ્યાત પ્રદેશ અવગાહ્યા અને અસંખ્યાત પ્રદેશ અવગાહ્યા પુગલનો દ્રવ્યથી અલ્પબદુત્વઃ (૧) સૌથી થોડા એક આકાશ પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્ય, તેથી (૨) સંખ્યાત પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્ય સંખ્યાતગુણા, તેથી (૩) અસંખ્યાત પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્ય અસંખ્યાતગુણા.
પદેશ અપેક્ષા અલ્પબદુત્વ ઉપર પ્રમાણે દ્રવ્યના અલ્પબદુત્વવતું. દ્રવ્ય અને પ્રદેશનો ભેગો અલ્પબદુત્વ : (૧) સૌથી થોડા એક પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્ય અને પ્રદેશ, તેથી (૨) સંખ્યાત પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્ય સંખ્યાતગુણા, તેથી (૩) સંખ્યાત પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્યના પ્રદેશ સંખ્યાતગુણા, તેથી (૪) અસંખ્યાત પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ દ્રવ્ય અસંખ્યાતગુણા, તેથી (૫) અસંખ્યાત પ્રદેશ અવગાહ્યા ૫ગલ દ્રવ્યના પ્રદેશ અસંખ્યાતગુણા.
કાળ અપેક્ષા એક સમયની સ્થિતિવાળા, સંખ્યાત સમયની સ્થિતિવાળા અને અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલનો દ્રવ્યથી અલ્પબદુત્વઃ (૧) સૌથી થોડા એક સમયની સ્થિતિના પુદ્ગલ દ્રવ્ય, તેથી (૨) સંખ્યાત સમયની સ્થિતિના પુદ્ગલ દ્રવ્ય સંખ્યાતણા, તેથી (૩) અસંખ્યાત સમયની સ્થિતિના પુદ્ગલ દ્રવ્ય અસંખ્યાતગુણા.
પદેશ અપેક્ષા અલ્પબદુત્વ ઉપર પ્રમાણે દ્રવ્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org