Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
કાય સ્થિતિ
૪૧૭
૬) જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ મોક્ષનો ઉપાય છે.
આ થોકડાને કંઠસ્થ કરી વિચાર કરો કે આ ૬૭ બોલ વ્યવહાર સમકિતના છે. એમાંથી મા૨ામાં કેટલા છે ? અને પછી અધૂરાં હોય તેમાં આગળ વધવાનો પ્રયાસ કરો અને પુરુષાર્થ દ્વારા તેને પ્રાપ્ત કરો.
ઇતિ વ્યવહાર સમકિતના ૬૭ બોલ.
II I II
今照照分
૪૦. કાય સ્થિતિ
પક્ષવણા સૂત્ર પદ ૧૮
સ્થિતિ બે પ્રકા૨ની છે. ૧) ભવ સ્થિતિ – એક જીવ એક ભવમાં જેટલો કાળ ૨હે તેટલો કાળ તે ભવસ્થિતિ. જેમ કે પૃથ્વીકાયના એક જીવની ભવસ્થિતિ જ. અંત. ઉ. ૨૨ હજાર વર્ષની.
૨) કાય સ્થિતિ – પૃથ્વીકાય આદિ એક જ કાયના જીવ તે જ કાયમાં વારંવાર જન્મ મરણ કરતા રહે અને બીજી કાય (અપકાય, તેઉકાય વિ.) માં ન ઉપજે ત્યાં સુધીની સ્થિતિ.
ંબાદર કાળ (અસંખ્યાતો કાળ) - દ્રવ્યથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ. ક્ષેત્રથી આંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ. કાળથી અસંખ્યાતો કાળ. ભાવથી બાદર કાળ.
પુઢવી કાળ (અસંખ્યાતો કાળ) – દ્રવ્યથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ. ક્ષેત્રથી અસંખ્યાત લોકનાં આકાશપ્રદેશ
■-27
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org