Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
ધર્મધ્યાન અણ કરવે કરીને નવા કર્મ ન બાંધીએ. અશુભ યોગે કરી ઉપાજ્ય કર્મ તે શુભ યોગે કરી ખપાવીએ. શુભયોગે કરી નવા કર્મ ન બાંધીએ. પાંચ ઇન્દ્રિયના સ્વાદરૂપ આશ્રવે કરી ઉપાજ્ય કર્મ તે તપરૂપ સંવરે કરી ખપાવીએ. કપરૂપ સંવરે કરી નવા કર્મ ન બાંધીએ. માટે અજ્ઞાનાદિક આશ્રવ માર્ગ છોડીને જ્ઞાનાદિ સંવર માર્ગ આદરવો એવો તીર્થકરનો ઉપદેશ સાંભળવાની રૂચિ ઉપજે, તેને ઉપદેશ રૂચિ કહીએ. એ ધર્મધ્યાનનું ચોથું લક્ષણ છે.
હવે ધર્મધ્યાનના ચાર આલંબન કહે છે. પહેલું આલંબન વાયણા કહે છે. વાયણા તે કોને કહીએ ? વિનય સહિત જ્ઞાન તથા નિર્જરાને અર્થે સૂત્ર -- અર્થના જાણ ગુર્વાદિક સમીપે સૂત્ર તથા અર્થની વહેચણી લેવી, તેને વાયણા કહીએ.
બીજું આલંબન પુચ્છણા કહે છે. પુચ્છણા તે કોને કહીએ? અપૂર્વજ્ઞાન પામવાને અર્થે તથા જૈનમત દીપાવવાને અર્થે તથા સંદેહ નિવારવાને અર્થે તથા પરની પરીક્ષા લેવાને અર્થે યથાયોગ્ય વિનય સહિત ગુર્નાદિકને પ્રશ્ન પૂછીએ તેને પુચ્છણા કહીએ.
ત્રીજું આલંબન પરિયડ્રણા કહે છે. પરિયટ્ટણા તે કોને કહીએ? પૂર્વે જે જિનભાષિત સૂત્ર અર્થ ભણ્યા છે તે અસ્મલિત કરવાને અર્થે તથા નિર્જરાને અર્થે શુદ્ધ ઉપયોગ સહિત શુદ્ધ સૂત્ર અર્થની વારંવાર સક્ઝાય કરે તેને પરિપટ્ટણા કહીએ.
ચોથું આલંબન ધર્મકથા કહે છે. ધર્મકથા તે કોને કહીએ ? વીતરાગે જે ભાવ જેવા પ્રરૂપ્યા છે તે ભાવ પોતે ગ્રહીને વિશેષ નિશ્ચય કરીને શંકા, કંખા, વિતિગિચ્છા રહિતપણે પોતાની નિર્જરાને અર્થ પરના ઉપકારને અર્થ સભા મળે તે ભાવ તેવા જ પ્રરૂપીએ તેને ધર્મકથા કહીએ. એવી ધર્મકથા કહેતાં થકાં અને સાંભળીને સહતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org