Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
ધર્મધ્યાન
૦૧] સદ્દતણા સહિત શુદ્ધ ઉધમ પરાક્રમનું ફોરવવું થાય ત્યારે જ આત્માનું સાધન થાય. તે વારે સિદ્ધપણું પામે. તેમાં એકલો જ નિશ્ચયનયા આત્મા જાણવો. જ્યારે શુદ્ધ વ્યવહારે પ્રવર્ત ને અશુદ્ધ વ્યવહાર મટાડે તે વારે સિદ્ધ હોય એવો મારો એક આત્મા છે. જે ભણી અપર પરિવાર તે સ્વાર્થરૂપી છે. અને પઉગસા, વિસસાર, અને મીસીસા પુદ્ગલ તે પર્યવે કરી જેને સ્વભાવે છે, તેવે સ્વભાવ ન રહે તે પણ અશાશ્વતા છે, તે માટે એક મારો પોતાનો આત્મા પોતાના કાર્યનો સાધક શાશ્વતો જાણીને પોતાના આત્માનું સાધન કરીએ. એ ધર્મધ્યાનની પહેલી અણુપેહા કહી.
બીજી અશુપેહા કહે છે. અણિચ્ચાણુપેહા તે કોને કહીએ? રૂપી પુદ્ગલની અનેક પ્રકારે યતના કરીએ. તે પણ અનિત્ય છે. નિત્ય એક શ્રી જૈનધર્મ પરમ સુખદાયક છે. પોતાના આત્માને નિત્ય જાણીને સમકિતાદિ સંવરે કરીને પુષ્ટ કરીએ એ ધર્મધ્યાનની બીજી અણુપેહા કહી.
ત્રીજી અણુપેહા કહે છે. અસરથાણુપેહા તે કોને કહીયે ? આ ભવને વિષે અને પરભવ પહોંચતાં જીવને એક સમકિતપૂર્વક જૈનધર્મ વિના જન્મ જરા મરણનાં દુઃખ નિવારવા બીજો કોઈ શરણ સમર્થ નથી, એમ જાણી શ્રી જૈનધર્મનું શરણ કરીએ, જેથી પરમ સુખ ઉપજે. એ ધર્મધ્યાનની ત્રીજી અણુપેહા કહી.
હવે ચોથી અણુપેહા કહે છે. સંસારણુપેહા તે કોને કહીયે? સ્વાર્થરૂપ સંસાર સમુદ્રમાંહે જન્મ, જરા, મરણ, સંયોગ, વિયોગ, શારીરિક માનસિક દુઃખ, કષાય, મિથ્યાત્વ, તૃષ્ણારૂપ ઘણા જળ ૧ પ્રયોગથી બનાવેલ પુદ્ગલ, ૨ કુદરતી બનતાં પુદ્ગલ, ૩ બન્નેના મિશ્રણથી બનેલા પુદ્ગલ.
26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org