Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૪૦૮)
શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ યોનિ છે તેથી વિરૂદ્ધ પ્રકારની વેદના હોય તેમ સમજવું.) ચોથી નરકે શીતયોનિયા ઘણા અને ઉષ્ણયોનિયા થોડા, પાંચમી નરકે ઉષ્ણયોનિયા ઘણા અને શીતયોનિયા થોડા, છઠ્ઠી નરકે ઉષ્ણુયોનિયા, સાતમી નરકે મહા ઉષ્ણયોનિયા. અગ્નિ વર્જીને ચાર સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સંમૂર્છાિમ તિર્યંચ અને સંમૂર્છાિમ મનુષ્યમાં ત્રણ યોનિ પામે. તેઉકાયમાં એક ઉષ્ણુયોનિ. સંજ્ઞી તિર્યંચ, સંજ્ઞી મનુષ્ય અને દેવતામાં યોનિ એક શીતોષ્ણ યોનિ.
તેનો અલ્પબદુત્વ કહે છે. સર્વથી થોડા શીતોષ્ણયોનિયા, તેથી ઉષ્ણયોનિયા અસંખ્યાત ગુણા, તેથી અયોનિયા સિદ્ધ ભગવંત અનંત ગુણા, તેની શીતયોનિયા અનંતગુણા.
યોનિ ત્રણ પ્રકારની કહી છે. ૧. સચેત, ૨. અચેત, ૩. મિશ્ર. નારકી અને દેવતામાં એક અચેત યોનિ. પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સંમૂર્શિમ તિર્યંચ અને સંમૂર્છાિમ મનુષ્યમાં યોનિ ત્રણ પામે. સંજ્ઞી તિર્યચ, સંજ્ઞી મનુષ્યમાં યોનિ એક મિશ્ર.
તેનો અલ્પબદુત્વઃ સર્વથી થોડા મિશ્ર યોનિયા, તેથી અચેત યોનિયા અસંખ્યાત ગુણા, તેથી અયોનિયા અનંતગુણા, તેથી સચેત યોનિયા અનંતગુણા. - યોનિ ત્રણ પ્રકારની કહી છે. ૧. સંવડા, ૨. વિયડા, ૩. સંવડાવિયડા. સંવડા કહેતાં ઢાંકી, વિયડા કહેતાં ઉઘાડી, સંવડાવિયડા કહેતાં કાંઈક ઢાંકી અને કાંઈક ઉઘાડી.
પાંચ સ્થાવર, દેવતા અને નારકીમાં યોનિ એક સંવડા. ત્રણ વિકલેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ અને સંમૂર્છાિમ મનુષ્યમાં યોનિ એક વિયડા. સંજ્ઞી તિર્યંચ, સંજ્ઞી મનુષ્યમાં યોનિ એક સંવડાવિયડા.
તેનો અલ્પબદુત્વ : સર્વથી થોડા સંવડાવિયડા, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org