Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
ઉ૬] ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ સિવાય) સમકિત રહિત કરણી કરીને, આ જીવે અનંતીવાર જન્મ મરણ કરી સ્પર્શી મૂક્યા છે. તો પણ આ જીવનો પાર આવ્યો નહિ. એવું જાણી સમકિત સહિત શ્રુત (જ્ઞાન, દર્શન) અને ચારિત્ર ધર્મની આરાધના કરવી. જેથી અજર, અમર, નિરાબાધ, પરમસુખને પામીએ. આ ધર્મધ્યાનનો ચોથો ભેદ કહ્યો.
ધર્મધ્યાનના ચાર લસણ પહેલું લક્ષણ – અણારૂઈ કહેતાં વીતરાગની આજ્ઞા અંગીકાર કરવાની રૂચિ ઉપજે તે.
બીજું લક્ષણ – નિસગ્નરૂઈ કહેતાં જીવને સ્વભાવે જ તથા જાતિસ્મરણાદિક જ્ઞાને કરી શ્રુતસહિત ચારિત્ર ધર્મ કરવાની રૂચિ ઉપજે તે. - ત્રીજું લક્ષણ – સુત્તરૂઈ કહેતાં સૂત્રના બે ભેદ. અંગપવિઠ અને અંગબાહિર. અંગપવિઠ તે આચારાંગાદિ ૧૨ અંગ તેમાં ૧૧ કાલિક અને બારમું અંગ દૃષ્ટિવાદ તે ઉત્કાલિક અંગ બાહિરના બે ભેદ, આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત. આવશ્યક તે સામાયિકાદિ છ અધ્યયન તે ઉત્કાલિક તથા ઉત્તરાધ્યયનાદિ કાલિકસૂત્ર તથા ઉવવા પ્રમુખ ઉત્કાલિક સૂત્ર, સાંભળવા તથા ભણવાની રૂચિ ઉપજે તેને સૂત્રરૂચિ કહીએ.
ચોથું લક્ષણ - ઉવએસરૂએ કહેતાં અજ્ઞાને કરી ઉપામ્યાં કર્મ તે શાને કરી ખપાવીએ, જ્ઞાન કરી નવા કર્મ ન બાંધીએ. મિથ્યાત્વે કરી ઉપાજ્ય કર્મ તે સમકિતે કરી ખપાવીએ. સમકિત કરી નવા કર્મ ન બાંધીએ. અવતે કરી ઉપાજ્ય કર્મ તે વતે કરી ખપાવીએ, વત કરી નવાં કર્મ ન બાંધીએ, પ્રમાદે કરી ઉપાજ્ય કર્મ તે અપ્રમાદે કરી ખપાવીએ. અપ્રમાદે કરી નવા કર્મ ન બાંધીએ, કષાયે કરી ઉપાજ્ય કર્મ તે કષાયને અણકરવે કરીને ખપાવીએ. કષાયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org